સોશિયલ મીડિયા એપ ટિકટોક આ બાબતમાં ફેસબુકને આપી રહી છે ટક્કર

November 19, 2019
 788
સોશિયલ મીડિયા એપ ટિકટોક આ બાબતમાં ફેસબુકને આપી રહી છે ટક્કર

સોશિયલ મીડિયા એપ ટિકટોકના દુનિયાભરમાં ૧.૫ અરબ યુઝર્સ થઈ ગયા છે અને આ યાદીમાં ભારત ટોપ સ્થાન પર છે. એપ સ્ટોરની સાથે-સાથે ગુગલ પ્લે પર ટીકટોકને ૧.૫ અરબ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ૪૬.૬૮ કરોડ વખત માત્ર ભારતમાં એપને ડાઉનલોડ કરવામાં આવી છે કે, જે કુલ આંકડાઓમાં લગભગ ૩૧ ટકા છે.

મોબાઈલ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવર અનુસાર, ગયા વર્ષના મુકાબલે આ વર્ષે ૨૦૧૯ માં છ ટકા વધુ એપને ૬૧.૪ કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે. ભારતમાં ૨૦૧૯ માં લોકોએ તેના ઉપયોગમાં ઝડપ દેખાડી છે, આ વર્ષે ૨૭.૭૬ કરોડ લોકોએ તેને ડાઉનલોડ કરી છે. આ વર્લ્ડમાં બધા ડાઉનલોડના આંકડામાં ૪૫ ટકા છે.

આ યાદીમાં ચીન ૪.૫૫ કરોડ ડાઉનલોડ સાથે બીજા સ્થાન પર છે, જો કે આંકડો ૭.૪ ટકા છે. તેના સિવાય ૩.૭૬ કરોડ ડાઉનલોડ સાથે અમેરિકા ત્રીજા સ્થાન પર છે, જે આ વર્ષના આંકડાનો ૬ ટકા છે. સેન્સર ટાવરે જણાવ્યું છે કે, આ આંકડામાં દેશમાં ત્રીજા પક્ષના એન્ડ્રોઈડ સ્ટોરથી ઇન્સ્ટોલ કરવામાં આવનાર આંકડા સામેલ નથી.

૬૧.૪ કરોડ ડાઉનલોડ સાથે ટિકટોક વર્તમાનમાં વર્ષના ત્રીજા સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવનાર ગૈર-ગેમિંગ એપ છે. યાદીમાં પ્રથમ સ્થાન પર વ્હોટ્સએપ ૭૦.૭૪ કરોડ ઇન્સ્ટોલ સાથે ટોપ પર છે, જ્યારે ફેસબુક મેસેન્જર ૬૩.૬૨ કરોડ ઇન્સ્ટોલ સાથે બીજા સ્થાન પર છે. આ યાદીમાં ૫૮.૭ કરોડ ડાઉનલોડ સાથે ફેસબુક ચોથા અને ૩૭.૬૨ કરોડ ડાઉનલોડ સાથે ઇન્સ્ટાગ્રામ પાંચમાં સ્થાન પર છે.

Share: