એરટેલે ડીઝીટલ ટીવી પર મળી ખાસ ઓફર, આટલા દિવસ સુધી ફ્રી મળશે સર્વિસ

November 19, 2019
 736
એરટેલે ડીઝીટલ ટીવી પર મળી ખાસ ઓફર, આટલા દિવસ સુધી ફ્રી મળશે સર્વિસ

ટેલીકોમ ઇન્ડસ્ટ્રીની જેમ ડીટીએચ ઇન્ડસ્ટ્રીમાં પણ સ્પર્ધા સમયની સાથે-સાથે વધી રહી છે. પોતાના સબ્સક્રાઈબર બેઝને વધારવા માટે ડીટીએચ ઓપરેટર નવી-નવી ઓફર અને પ્લાન્સને લોન્ચ કરી રહી છે. આ હેઠળ એરટેલ ડીઝીટલ ટીવી પણ એક નવી ઓફર લઈને આવી છે જેના હેઠળ એરટેલ પોતાના નવા સબ્સક્રાઈબર્સને ૩૦ દિવસ માટે ફ્રી સર્વિસ આપશે.

કંપનીએ જણાવ્યું છે કે, જલ્દી જ તે ઈંસ્ટોલેશન ચાર્જને પણ સમાપ્ત કરવાની છે. તેમ છતાં નવા સેટ ટોપ બોક્સના ઇન્સ્ટોલેશન પર ઘર આવી એન્જિનિયરને ચાર્જ આપવો પડશે.

સેટ ટોપ બોક્સ પણ થયું સસ્તું

એરટેલે પોતાના ડીઝીટલ ટીવીના એસડી અને એચડી સેટ ટોપ બોક્સની કિંમતોને પણ ઓછી કરી દીધી છે. એસડી બોક્સ હવે ૧૧૦૦ રૂપિયા એચડી બોક્સ ૧૩૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. એરટેલ ડીઝીટલ ટીવી ઘણી ચેનલ પેક ઓફર કરી રહી છે, જેની શરૂઆત ૨૭૧ રૂપિયાથી થાય છે.

Share: