બીએસએનએલે લોન્ચ કર્યો ૭ રૂપિયાનો ડેટા પ્લાન, મળશે આ ફાયદા

November 20, 2019
 715
બીએસએનએલે લોન્ચ કર્યો ૭ રૂપિયાનો ડેટા પ્લાન, મળશે આ ફાયદા

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ પોતાના ગ્રાહકો માટે શાનદાર પ્લાન લઈને આવ્યું છે. ખાનગી ટેલીકોમ કંપનીઓથી મળી રહેલી ટક્કરને જોતા બીએસએનએલ પણ પોતાના પોર્ટફોલીયોમાં નવા પ્લાન્સને સામેલ કર્યા છે. નવા પ્લાન્સમાં બીએસએનએલે ૭ રૂપિયાનો શાનદાર પ્લાન પ્રસ્તુત કર્યો છે.

દરરોજ મળે છે ૧ જીબી ડેટા

તેમાં સૌથી સસ્તો ડેટા વાઉચર ૭ રૂપિયાનો આવે છે. આ વાઉચરનું નામ મીની ૭ છે. એક દિવસની વેલીડીટી સાથે આવનાર આ ડેટા વાઉચરમાં ૧ જીબી ડેટા મળે છે. આ પ્રકાર મીની ૧૬ ડેટા પેકમાં કંપની એક દિવસની વેલીડીટી સાથે ૨ જીબી ડેટા આપી રહી છે. કંપની અલગ રીતે પણ ડેટા વાઉચર ઓફર કરી રહી છે. આ યુઝર્સના ડેલી ડેટા લીમીટને વધારવાનું કામ કરે છે. આ ડેટા વાઉચરનું નામ C-Data56 છે. આ વાઉચરથી રિચાર્જ કરાવવા પર સાત દિવસની વેલીડીટી સાથે દરરોજ ૧.૫ જીબી ડેટા મળે છે.

દરરોજ ૨ જીબી ડેટા

ડેટા તુસમાની ૯૮ પ્લાનમાં બીએસએનએલ પોતાના યુઝર્સને દરરોજ ૨ જીબી ડેટા આપે છે. આ પ્લાનની વેલીડીટી ૨૪ દિવસની છે. આ પ્લાનની વિશેષ વાત એ છે કે, તેમાં યુઝર્સને દરરોજ ઈરોઝ નાઉ એન્ટરટેનમેન્ટનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. વાત જો ડેટા એસટીવી ૧૯૭ ની કરો તો તેમાં ફ્રી પર્સનલાઇઝડ રિંગિંગ બેક ટોન સાથે દરરોજ ૨ જીબી ડેટા ઓફર કરવામાં આવી રહી છે. પ્લાનની વેલીડીટી ૫૪ દિવસની છે.

Share: