વોડાફોને પોતાના આ બે પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

December 31, 2018
 838
વોડાફોને પોતાના આ બે પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

ટેલિકોમ કંપની વોડાફોને પોતાના ૩૯૯ રૂપિયા અને ૧૯૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. જેમાં ૧૯૯ રૂપિયા વાળા પ્લાનમાં પહેલાથી વધુ ડેટા મળશે અને ૩૯૯ રૂપિયા વાળા પ્લાનમાં હવે પહેલાથી ઓછો ડેટા મળશે. જાણકારી મુજબ પહેલા ૩૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ૭૦ દિવસની વેલીડીટી સાથે દરરોજ ૧.૪ જીબી ડેટા આપવામાં આવતો હતો. હવે આ પ્લાનમાં ૮૪ દિવસની વેલીડીટી સાથે દરરોજ ૧ જીબી ડેટા મળશે.

૧૯૯ રૂપિયા

જયારે ૧૯૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો હવે તેમાં ૨૮ દિવસની વેલીડીટી માટે ૨.૮ જીબી ડેટા એક્સ્ટ્રા મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ ૧.૫ જીબી ૨જી/૩જી/૪જી ડેટા મળશે. તેની સાથે જ ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ, નેશનલ, રોમિંગ કોલ અને એસએમએસનો ફાયદો પણ મળશે. પહેલા આ પ્લાનમાં દરરોજ ૧.૪ જીબી ડેટા આપવામાં આવતો હતો.

જયારે ૩૯૯ રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો હવે તેમાં ૮૪ દિવસની વેલીડીટી મળશે અને દરરોજ ૧ જીબી ડેટા મળશે. એવામાં જોવાનું રહેશે કે, આ ફેરફાર બાદ કંપનીને માર્કેટથી કેવી પ્રતિક્રિયા જોવા મળશે.

Share: