જિયો-વોડાફોન અને એરટેલ બાદ બીએસએનએલ પણ પોતાના પ્લાન્સની કિંમતમાં કરશે વધારો

November 21, 2019
 758
જિયો-વોડાફોન અને એરટેલ બાદ બીએસએનએલ પણ પોતાના પ્લાન્સની કિંમતમાં કરશે વધારો

તાજેતરમાં વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોએ પોતાના ટેરિફના ભાવને વધારવાની જાહેરાત કરી છે. આ ત્રણે મોટી ટેલીકોમ કંપની ડીસેમ્બરથી પોતાના પ્લાન્સ મોંઘા કરવાની છે. હવે આ યાદીમાં બીએસએનએલનું નામ પણ જોડાઈ ગયું છે. સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે પુષ્ટિ કરી દીધી છે કે, કંપની પોતાના મોબાઈલ ટેરિફ પ્લાન્સને રિવ્યુ કરી રહ્યા છે અને ડીસેમ્બર ૨૦૧૯ થી પ્લાન્સની કિંમતમાં વધારો કરવામાં આવશે એટલે સીધા શબ્દોમાં જલ્દી જ સસ્તા પ્લાન્સ દિવસ જવાના છે.

પોતાની વિરોધી કંપનીઓની જેમ જ બીએસએનએલે અત્યાર સુધી પોતાના ટેરિફ પ્લાન્સ માટે વધારાને લઈને વિસ્તારથી જાણકારી આપી નથી. કંપની આવનારા અઠવાડિયામાં ટેરીફ પ્લાન્સમાં ફેરફારને પોતાના ગ્રાહકો સુધી પહોંચાડવાની તૈયારીમાં છે. બીએસએનએલના એક વરિષ્ઠ કર્મચારીએ નામ નામ નહીં બતાવવાની શરત પર કહ્યું છે કે, "અમે વર્તમાનમાં પોતાના વોઈસ અને ડેટા ટેરિફ રિવ્યુ કરી રહ્યા છીએ અને તેને ૧ ડીસેમ્બર, ૨૦૧૯ થી વધારીશું."

તમને જણાવી દઈએ કે, વોડાફોન આઈડિયા અને ભારતીય એરટેલે પહેલા આ જાહેરાત કરી દીધી હતી કે તે ડીસેમ્બરની શરૂઆતથી પોતાના મોબાઈલ પ્લાન્સના ટેરિફ વધારવાની તૈયારીમાં છે. જ્યારે મંગળવારે રિલાયન્સ જિયોએ પણ પોતાના સ્પર્ધકની રાહ પર ચાલતા આ જાહેરાત કરી કે, આવનારા અઠવાડિયામાં કંપની મોબાઈલ પ્લાન્સના ટેરિફમાં વધારો કરશે.

એવામાં આ કોઈ આશ્વર્યની વાત નથી કે, બીએસએનએલ પણ પોતાના પ્લાન્સની કિંમત વધારવા જઈ રહી છે. બીએસએનએલને કેન્દ્રની તરફથી ઓકટોબરમાં રિવાઈવલ પેકેજ આપવામાં આવ્યું હતું. વાસ્તવમાં સરકાર બીએસએનએલ અને મહાનગર ટેલીફોન નિગમ લીમીટેડને એક કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવિત યોજના અને ટેરિફમાં વધારવાથી લાંબા સમયથી મુશ્કેલીમાં રહેલી સરકારી કંપનીને કેસ ફલો વધારવામાં મદદ મળવાની આશા છે.

Share: