ટ્વીટર એકાઉન્ટ રેગ્યુલર વાપરતા નથી, તો આ રિપોર્ટને જરૂર વાંચો...

January 15, 2020
 2291
ટ્વીટર એકાઉન્ટ રેગ્યુલર વાપરતા નથી, તો આ રિપોર્ટને જરૂર વાંચો...

ટ્વીટર પોતાની પોલીસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરે જાહેરાર કરી છે કે, ટ્વીટરનો ઉપયોગ ના કરનાર લોકોના એકાઉન્ટને દુર કરવામાં આવશે. અમેરિકી કંપની ટ્વીટર દ્વ્રારા જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, તેમના જે વપરાશકર્તાઓએ છેલ્લા છ મહિનાથી પોતાના એકાઉન્ટમાં લોગઇન નથી કર્યું, તેમના એકાઉન્ટને ડીલેટ કરી દેવામાં આવશે. કંપની આવું એટલા માટે કરવા ઈચ્છે છે કે, જેથી તેમના યુઝરનેમ ફ્રી થઈ જાય અને તેનો કોઈ બીજા ઉપયોગ કરી શકે.

ટ્વીટરે જણાવ્યું છે કે, હવે તે નિષ્ક્રિય એકાઉન્ટ હોલ્ડરને ઈમેલ્સ મોકલશે અને કહેશે કે, ૧૧ ડીસેમ્બર પહેલા પોતાના એકાઉન્ટને એક વખત ઓપન જરૂર કરો અને તેને સક્રિય રાખો. આવું કરવાથી તેમના એકાઉન્ટને ડીલીટ કરવામાં આવશે નહીં અને તેમને ઘણા મહિના વધુ મળી જશે.

પબ્લિક કનેવર્સેશનને સ્વચ્છ બનાવી રાખવા માટે ટ્વીટર આવી રીતનું પગલું ઉઠાવવા જઈ રહી છે અને નિષ્ક્રિય થઈ ચુકેલ એકાઉન્ટને દુર કરવાનો નિર્ણય લીધો છે. આ વાત ટ્વીટરના એક પ્રવક્તાએ કહી છે.

ટ્વીટર એકલી કંપની નથી જે નિષ્ક્રિય એકાઉન્ટને લઈને આવી રીતનું પગલુ ઉઠાવવા જઈ રહી છે. પરંતુ વર્ષ ૨૦૧૩ માં યાહૂએ હજારો યાહૂની આઈડીને ફ્રી કર્યા હતા, જે ૧૨ મહિનાથી નિષ્ક્રિય હતા. તેના સિવાય ગૂગલ પણ નિષ્ક્રિય એકાઉન્ટ જીમેલ માટે પ્રોવિશન લઇ ચુક્યું છે.

Share: