મોદી રાજમા બેંકો બાદ હવે રેલ્વે પણ ૧૦ વર્ષમા સૌથી ખરાબ આર્થિક સ્થિતિમા

December 15, 2019
 2114
મોદી રાજમા બેંકો બાદ હવે  રેલ્વે પણ  ૧૦ વર્ષમા સૌથી ખરાબ આર્થિક સ્થિતિમા

મોદી સરકાર એક તરફ દેશમા હાઈસ્પીડ અને બુલેટ ટ્રેન લાવવાની યોજના બનાવી રહી છે. તેવા સમયે ભારતીય રેલ્વે હાલ છેલ્લા ૧૦ વર્ષના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આ વાત કેગના રીપોર્ટમા સામે આવી છે. જેમાં હાલ ભારતીય રેલ્વે આવકની દ્રષ્ટિએ દસ વર્ષના સૌથી નીચલા સ્તરે છે. જેમાં રેલ્વે પરિવહનની આવક જાવકની ટકાવારી વર્ષ ૨૦૧૭-૧૮ મા ૯૮.૪૪ના સ્તરે પહોંચી છે.

જો આપણે કેગના આંકડાને સરળ ભાષામા સમજીએ તો રેલ્વે ૧૦૦ રૂપિયાની આવક માટે ૯૮.૪૪ રૂપિયાનો ખર્ચ કરે છે. એટલે કે રેલ્વે માત્ર ૫૬ પૈસા નફો કમાવે છે. એટલે કે સ્પષ્ટ છે કે તમામ સંશાધનોએ રેલ્વે માત્ર ૨ ટકા નફો પણ કમાવી શકતું નથી. કેગના અહેવાલ અનુસાર નુકશાનનું મુખ્ય કારણ ઉચ્ચ વૃદ્ધી દર છે. અહેવાલમા જણાવ્યું કે વર્ષ ૨૦૧૭ -૧૮ માં નાણાકીય વર્ષમા ૭.૬૩ ટકા સંચાલન વ્યવની તુલનામા ઉચ્ચ વૃદ્ધી દર ૧૦.૨૯ ટકા હતો.

કેગના આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૦૮ -૦૯ મા રેલ્વે પરિવહન પ્રમાણ ૯૦.૪૮ ટકા, ૨૦૦૯ -૧૦ મા ૯૫.૨૮ ટકા, ૨૦૧૦-૧૧ અને ૯૪.૫૯ ટકા, ૨૦૧૧ -૧૨ ૯૪.૮૫ ટકા, વર્ષ ૨૦૧૨-૧૩ મા ૯૦.૧૯ ટકા, વર્ષ ૨૦૧૩-૧૪મા ૯૩.૬૦ ટકા, વર્ષ ૨૦૧૪-૧૫ ૯૧.૨૫ ટકા, વર્ષ ૨૦૧૫ -૧૬મા ૯૦.૪૯ ટકા, વર્ષ ૨૦૧૬ -૧૭ મા ૯૬.૫૦ ટકા અને વર્ષ ૨૦૧૭-૧૮ મા ૯૮.૪૪ ટકા સુધી પહોંચ્યો છે.

કેગે રેલ્વેની ખરાબ હાલત માટે છેલ્લા બે વર્ષમા આઈબીઆર- આઈએફ અંતર્ગત એકત્ર કરવામા આવેલા નાણાનો ઉપયોગ નહીં કરવાથી થઈ છે. અહેવાલમા ભલામણ કરવામા આવી છે કે બજારમાં મળેલા ફંડનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કેગે રેલ્વેના રાજસ્વને વધારવા માટે ઉપાય દર્શાવ્યા હતા. કેગ તરફથી કહેવામા આવ્યું હતું કે સફળ અને વધારાના બજેટના સંશાધનો પર નિર્ભરતા ઓછી કરવી જોઈએ. તેમજ રેલ્વેએ મૂડી ખર્ચમા ઘટાડો કરવો જોઈએ.

Share: