શાઓમીએ લોન્ચ કરી રેડિયો ડીઝાઈન વાળી પાવર બેંક, જાણો કિંમત

December 15, 2019
 958
શાઓમીએ લોન્ચ કરી રેડિયો ડીઝાઈન વાળી પાવર બેંક, જાણો કિંમત

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ એફએમ રેડિયો વાળા પાવરબેંક ગ્લોબ્લી લોન્ચ કરી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, યુઝર્સ ફોનને ચાર્જ કરતા સમયે તેમાં ગીત પણ સાંભળી શકે છે. રેડિયો વાળા પાવરબેંકની કિંમ ૧૩૮ ચીની યુઆન (લગભગ ૧૪૦૮ રૂપિયા) છે. આ બ્લેકમ વ્હાઈટ અને પિંક કલરના ઓપ્શન સાથે ખરીદી શકાશે..

રેટ્રો ડીઝાઈન

ડીઝાઈનની વાત કરીએ તો કંપનીએ તેમના ડીઝાઈનને રેટ્રો લુક આપ્યું છે. જ્યારે પ્રથમ વખત પાવર બેંકમાં રેડિયો જેવું ફીચર પણ જોવા મળ્યું છે. આ સ્ક્રિન ફ્રેન્ડલી પ્લાસ્ટિકથી તૈયાર કરવામાં આવ્યું છે.

૧૦,૦૦૦ એમએએચની બેટરી

આ પાવર બેંકમાં ૧૦,૦૦૦ એમએએચની ક્ષમતા વાળી બેટરી લાગેલી છે. ફોનને ચાર્જ કરવા માટે આ પાવર બેંકમાં બે યુએસબી ટાઈપ-એ પોર્ટસ મળશે. મીડિયા રિપોર્ટસની માનીએ તો આ ડીવાઈઝ ફોનને ૨.૧એ કરંટ સાથે ૫વી પર ચાર્જ કરે છે.

કંપનીએ દાવો કર્યો છે કે, આ પવારબેંકને એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ આઈફોન એક્સને ત્રણ વખત ફૂલ ચાર્જ કરી શકાશે.

Share: