એરટેલે પ્રસ્તુત કર્યો નવો ૧૯૯ રૂપિયાનો પ્લાન, મળશે ૨૫ જીબી ડેટા

December 04, 2019
 672
એરટેલે પ્રસ્તુત કર્યો નવો ૧૯૯ રૂપિયાનો પ્લાન, મળશે ૨૫ જીબી ડેટા

ટેલીકોમ માર્કેટમાં વધી રહેલું કોમ્પિટીશનને જોતા એરટેલે ૧૯૯ રૂપિયાનો નવો પોસ્ટ પેડ પ્લાન જમ્મુ અને કશ્મીર સર્કલમાં લોન્ચ કર્યો છે. તેમાં યુઝર્સને ૨૫ જીબી ડેટા ઓફર કરવામાં આવી રહી છે. તેના સિવાય આ ૧૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સની સુવિધા પણ મળે છે. તેના સિવાય દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસ પણ મળશે.

અન્ય બેનીફીટ્સ

બાકી બેનીફીટ્સની વાત કરીએ તો એરટેલ થેક્સ બેનીફીટ તરીકે આ પ્લાનમાં યુઝર્સને Wynk Music નું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, એરટેલે અઢળક એવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા છે જે કેટલાક સર્કલ્સમાં જ ઉપલબ્ધ હોય છે અને આ એરટેલેના સ્ટાન્ડર્ડ પ્લાનથી અલગ હોય છે.

મોંઘા થશે પોસ્ટપેડ પ્લાન્સ

પ્રીપેડ પ્લાનની કિંમતોમાં વધારા થયા બાદ હવે એરટેલના પોસ્ટપેડ પ્લાનની કિંમત ૪૦૦ રૂપિયાથી શરુ થાય છે. પરંતુ કેટલાક મનપસંદ સર્કલ્સમાં હજુ પણ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન ૩૯૯ રૂપિયાનો જ ચાલી રહ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે, પ્લાન મોંઘાં થયા બાદ મનપસંદ સર્કલ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ ૩૯૯ રૂપિયા વાળા પ્લાન પણ ૪૦૦ રૂપિયાથી વધુના થઈ શકે છે.

Share: