દેશના અર્થતંત્રને લઈને કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કર્યા આકરા પ્રહાર, કહ્યું મોદી સરકાર નિષ્ફળ સરકાર

December 15, 2019
 1636
દેશના અર્થતંત્રને લઈને કોંગ્રેસ નેતા  ચિદમ્બરમે કર્યા આકરા પ્રહાર, કહ્યું મોદી સરકાર નિષ્ફળ સરકાર

આઈએનએકસ મીડિયા કેસમાં ૧૦૬ દિવસ બાદ મુક્ત થયેલા કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે બહાર આવતાની સાથે જે અર્થતંત્ર મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર શરૂ કર્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકાર એક પછી એક જાહેર સાહસ વેચી રહી છે જે તેમના અર્થતંત્રની નિષ્ફળતા સાબિત કરે છે.તેમણે આગળ જણાવ્યું કે સરકાર ભૂલ કરી રહી છે. તેમજ સરકારને ખબર નથી કે અર્થવ્યવસ્થાને મંદીમાંથી કેવી રીતે બહાર લાવવામા આવે.સરકાર તેમ કરવામા અસમર્થ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન અર્થવ્યવસ્થા મુદ્દે મૌન રહે છે અને તમામ બાબતો મંત્રીઓ પર છોડી દે છે. તેમજ અને બદલાની રાજનીતિ નથી કરતા.

ચિદમ્બરમે જણાવ્યું કે જો આપણે પાંચ વર્ષના અંતમા ૫ ટકા વિકાસદર હાંસલ કરીએ તો ભાગ્યશાળી રહીશું. તેમણે કહ્યું કે યાદ કરો કે ડો. અરવિંદ સુબ્રહ્મણ્યમે ચેતવ્યા હતા અને કહ્યું હતું કે વિકાસ દર ૫ ટકા રહેશે. વાસ્તવમા આ ૫ ટકા નથી પરંતુ માત્ર ૧.૫ ટકા જ છે. કોંગ્રેસના નેતાઓની આરોપો વિના ધરપકડ કરવામા આવે છે. ચિદમ્બરમે કહ્યું કે દેશમા ડુંગળીની કિંમતો વધી રહી છે. તેની કિંમત કિલોએ ૧૦૦ રૂપિયાથી વધારે છે અને નાણા મંત્રીને તેની કોઈ પરવાહ નથી અને તે કહે છે કે તે ડુંગળી નથી ખાતા

ઉલ્લેખનીય છે કે, આઈએનએક્સ મીડિયા કેસમા સુપ્રિમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ બુધવારે સાંજે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ તિહાડ જેલમાંથી મુક્ત થયા હતા. તે સમયે સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ સમયે તેમના પુત્ર કાર્તી ચિદમ્બરમે તેમનું સ્વાગત કર્યું હતું. પી. ચિદમ્બરમે ૧૦૬ દિવસ તિહાડ જેલમા વિતાવ્યા હતા.


તિહાડ જેલમાંથી નીકળતા જ પી.ચિદમ્બરમ સૌ પ્રથમ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેમની જોડે પુત્ર કાર્તી ચિદમ્બરમ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પી.ચિદમ્બરમમેં કહ્યું કે તે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરશે. તેમણે કહ્યું કે મને એ બાબતની ખુશી છે કે ૧૦૬ દિવસમા મારી પર એક પણ કેસ પુરવાર થયો નથી.

Share: