જિયો યુઝર્સ માટે ખુશખબરી, ફરીથી લોન્ચ કરવામાં આવેલ બે સસ્તા પ્લાન્સ

December 09, 2019
 720
જિયો યુઝર્સ માટે ખુશખબરી, ફરીથી લોન્ચ કરવામાં આવેલ બે સસ્તા પ્લાન્સ

ભારતની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ યુઝર્સને ભેટ આપતા પોતાના ૧૪૯ અને ૯૮ રૂપિયા વાળા પ્લાનને ફરીથી લોન્ચ કરી દીધા છે. અન્ય ટેલીકોમ કંપનીઓને એક વખત ફરીથી પડકાર આપવા માટે આ પ્લાન્સને બજારમાં ઉતારવામાં આવ્યા છે.

જિયોનો ૧૪૯ રૂપિયા વાળો પ્લાન

જિયોએ વધુથી વધુ ગ્રાહકોને પોતાની સાથે જોડવા માટે ૧૪૯ રૂપિયા વાળા પ્લાનને બજારમાં ઉતાર્યા છે. યુઝર્સને આ પ્લાનમાં પ્રતિદિવસ ૧ જીબી ડેટા મળશે. તેની સાથે કંપની ગ્રાહકને જિયો-ટુ-જિયો નેટવર્ક પર કોલ કરવા માટે અનલીમીટેડ કોલની સુવિધા પણ આપશે. જયારે અન્ય નેટવર્ક કોલ કરવા માટે યુઝર્સને ૩૦૦ એફયુપી મિનીટ મળશે. આ પેકની વેલીડીટી ૨૪ દિવસની છે.

૯૮ રૂપિયા વાળા જિયોનો પ્લાન

આ પ્લાનમાં જિયો યુઝર્સને કુલ મળીને ૨ જીબી ડેટા અને ૧૦૦ એસએમએસ મળશે. તેની સાથે જ યુઝર્સ જિયો-ટુ-જિયો નેટવર્ક પર કોલિંગ માટે અઈયુસી ચાર્જ આપવો પડશે. આ રિચાર્જ પ્લાનની પણ વેલીડીટી ૨૮ દિવસની છે.

Share: