ઝારખંડમા ગયેલા ભાજપ નેતા સ્મૃતિ ઈરાની ડુંગળીના વધતા ભાવના સવાલે ભાગી ગયા 

December 15, 2019
 1262
ઝારખંડમા  ગયેલા ભાજપ નેતા સ્મૃતિ ઈરાની ડુંગળીના વધતા ભાવના સવાલે ભાગી ગયા 

દેશભરમા ભાજપ રાજમા ડુંગળીના વધતા ભાવથી સામાન્યથી લઈને દરેક વ્યકિત પરેશાન છે. ડુંગળીનો ભાવ ૧૬૦ રૂપિયે કિલો સુધી પહોંચી ગયો છે. જેને લઈને સંસદમા પણ હંગામો જોવા મળી રહ્યો છે.પરંતુ ઝારખંડમા ચુંટણી પ્રચાર માટે આવેલા ભાજપના બોલતા નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને જયારે ડુંગળીના વધતા ભાવ અંગે સવાલ કરવામા આવ્યો તો તેની પર જવાબ આપવાનો ઇનકાર કરી દીધો અને તરત જ હેલીકોપ્ટરમાં બેસી ગયા હતા. તેમજ દરવાજો બંધ કરી દીધો હતો.વાસ્તવમા ભાજપના સ્ટાર પ્રચારક રહેલા સ્મૃતિ ઈરાની ઝારખંડમા વિધાનસભા ચુંટણી કરવા પહોંચ્યા હતા. જયારે તેમની મીડિયાએ સવાલ પૂછ્યો હતો કે ડુંગળીની કિંમત પર ઝારખંડ ચુંટણીમા ભાજપને કેટલો ફાયદો કે નુકસાન થશે તે સાંભળતાની સાથે તે ચાલ્યા ગયા અને સીધા હેલીકોપ્ટર બેસી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, એનડીએ સમયમા આ જ ભાજપના નેતા ડુંગળી અને રાંધણ ગેસની કિંમતો વધતી હતી ત્યારે જનતાને બાનમાં લઈને વિરોધ પ્રદર્શન કરતા હતા. તેમજ સરકાર પાસે રાજીનામું માંગતા હતા. તે ભાજપના નેતાઓ આજે ડુંગળીના ભાવ વધારાના મુદ્દે મૌન સેવીને બેઠા છે.તેમજ આ મુદ્દે જયારે નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપ્યો તેમ પણ ઉડાઉ જવાબ. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે હું એવા પરિવારમાંથી આવું છું કે જ્યાં ડુંગળી અને લસણની કોઈ મહત્વતા નથી. દેશમા ડુંગળીના ભાવ વધારા પર ભાજપના નેતાઓનું આ વલણ આગામી દિવસો તેમની માટે નકારાત્મક સાબિત થશે તે ચોક્કસ છે.

Share: