રાહુલ ગાંધીએ કહ્યું મારી પાસે છે પીએમ મોદીની આ વિડીયો કલીપ, માફી નહીં માંગું

December 13, 2019
 893
રાહુલ ગાંધીએ કહ્યું મારી પાસે છે પીએમ મોદીની આ વિડીયો કલીપ, માફી નહીં માંગું

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપના એ આક્ષેપને રદિયો આપ્યો છે જેમાં તેમણે રેપ ઇન ઇન્ડિયા કહીને મહિલાઓનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે કશું ખોટું કર્યું નથી અને તે માફી નહીં માંગે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમની પાસે પીએમ મોદીની એક વિડીયો કલીપ છે જેમાં તે દિલ્હીને રેપ કેપિટલ કહે છે.

રાહુલ ગાંધીએ ચુંટણી સભામા આપેલા પોતાના નિવેદનને દોહરાવ્યું હતું કે મેં કીધું હતું કે નરેન્દ્ર મોદીજી કહે છે કે મેંઈક ઇન ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા પરંતુ અખબારો ખોલે છે દરરોજ રેપ ઇન ઇન્ડિયાના સમાચાર આવે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું જે એ સચ્ચાઈ છે કે ભારતીય જનતા પાર્ટી જે રાજયોમા શાસન કરી રહી છે તેમાં મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. તેમજ તેમના નિવેદને હકીકતને ઉજાગર કરી છે. તેથી હું માફી નહીં માંગું.

રાહુલ ગાંધીએ કહ્યું કે હું આ વિડીયો ટ્વીટ કરીને સમગ્ર દેશને જણાવવા માંગું છું કે આ મુદ્દો માત્ર લોકોનું ધ્યાન ભટકાવવા માટે ઉઠાવવામા આવ્યો છે. કારણ કે નાગરિકતા બિલનો ઉત્તર પૂર્વના રાજયમા જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે. સમગ્ર અસમ, ત્રિપુરા અને મેધાલય સળગી રહ્યું છે.

રાહુલ ગાંધીએ ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આ દેશના એવું એક પણ રાજ્ય નથી જ્યાં ભાજપનું રાજ હોય અને બળાત્કાર ના થયો હોય. ઉન્નાવમા ભાજપના ધારાસભ્યએ બળાત્કાર કર્યો. તેમજ પીડિતાની ગાડીનો અકસ્માત પણ કરાવ્યો. પરંતુ નરેન્દ્ર મોદી એક પણ શબ્દ ના બોલ્યા. કોઈ કાર્યવાહી ના કરી. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે મોદી હિંસા ફેલાવે છે અને આજે સમગ્ર હિંદુસ્તાનમા હિંસા છે. મહિલાઓ પર હિંસા થઈ રહી છે કાશ્મીરમા હિંસા થઈ રહી છે. નોર્થઇસ્ટમા હિંસા છે. સમગ્ર દેશમા હિંસા જ હિંસા છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભાજપના સાંસદો અને તેમાં પણ ખાસ કરીને સ્મૃતિ ઈરાનીએ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો.તેમજ આ મુદ્દે રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી હતી.

Share: