બીએસએનએલે લોન્ચ કર્યો શાનદાર પ્લાન, ૫૪ દિવસની વેલીડીટી સાથે મળશે ૨ જીબી ડેટા

December 17, 2019
 783
બીએસએનએલે લોન્ચ કર્યો શાનદાર પ્લાન, ૫૪ દિવસની વેલીડીટી સાથે મળશે ૨ જીબી ડેટા

ટેલીકોમ કંપનીઓએ પોતાના ટેરીફ પ્લાન્સ ઘણા મોંઘા કરી દીધા છે એવામાં સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ ઓછી કિંમતમાં પ્લાન્સને સતત લોન્ચ કરી રહી છે. જ્યાં બીજી પ્રાઈવેટ કંપનીઓ ૫૬ દિવસની વેલીડીટી વાળા પ્લાન ૩૫૦ રૂપિયાની કિંમતની આજુબાજુ ઉપલબ્ધ કરી રહી છે. જ્યારે બીએસએનએલે તેનાથી મળતો જુલતો પ્લાન ૨૦૦ રૂપિયાથી પણ ઓછામાં ઓફર કરી દીધો છે.

બીએસએનએલે ૨૦૦ રૂપિયાથી ઓછામાં ૧૯૭ રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં યુઝર્સને ૫૪ દિવસની વેલીડીટી સાથે દરરોજ ૨ જીબી ડેટા ઓફર કરવામાં આવી રહી છે. તેના સિવાય આ પ્લાનમાં યુઝર્સને ફ્રી પર્સનલાઇઝડ રિંગિંગ બેક ટ્યુન પણ ઓફર કરવામાં આવી છે. તેમ છતાં, બીએસએનએલ આ પ્લાનમાં કોઈ કોલિંગ બેનીફીટ આપી રહ્યું નથી.

બીએસએનએલના આ પ્લાનની સરખામણી જો એરટેલથી કરવામાં આવે તો એરટેલ ૫૬ દિવસની વેલીડીટી વાળા પ્લાન ૩૯૯ રૂપિયામાં ઓફર કરી રહી છે. એવામાં જો તમને કોલિંગથી વધુ ડેટાની જરૂરત પડે છે તો બીએસએનએલનો ૧૯૭ રૂપિયા વાળા પ્લાન તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે.

Share: