રૂપાણી સરકારનું વધુ એક ભોપાળું, બેરોજગારો સાથે મજાક, વધુ એક પરીક્ષા રદ.

December 14, 2019
 967
રૂપાણી સરકારનું વધુ એક ભોપાળું, બેરોજગારો સાથે મજાક, વધુ એક પરીક્ષા રદ.

ભાજપ સરકારના રાજમાં જાણે પેપર ફૂટવા, ગેરરીતિ થવી, પરીક્ષા રદ થવી એ બધુ સામાન્ય બન્યું છે. સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પરથી હવે ગુજરાતના શિક્ષિત યુવાનોનો ભરોસો ઉઠી ગયો છે. અગાઉ એલઆરડીની પરીક્ષા રદ થતાં વિવાદ થયો હતો ત્યાર બાદ બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ થતાં સરકારે સીટની રચના કરવી પડી છે. હવે વધુ એક પરીક્ષા રદ થઇ છે. પીજીવીસીએલ દ્વારા વિધૃત સહાયક અને જુનિયર એન્જીનીયરોની ભરતી અચાનક રદ કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૮માં વિધૃત સહાયકની ૭૦૦ જગ્યાઓ અને જિનિયર એન્જીનીયરો માટે ૧૫૦ જગ્યાઓ માટે લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજે અચાનક જ પરીક્ષા રદ કરવામાં આવી છે જેના કારણે રાત-દિવસ મહેનત કરનારાં ઉમેદવારો મુંઝાયા છે. પીજીવીસીએલએ ઉમેદવારોને ફી પરત લઇ જવાની જાહેરાત કરી છે. આમ, ભાજપના શાસનમાં બેરોજગારોની ક્રુર મજાક કરવામાં આવી છે. રૂપાણી સરકારના શાસનમાં સરકારી નોકરીઓની પરીક્ષામાં વધુ એક ભોપાળું થયું છે. જેના કારણે કોંગ્રેસને સરકારે ભીંસમાં લેવા વધુ એક તક મળી છે.

Share: