રેપ ઈન ઈન્ડિયા અને રેપ ઈન ગુજરાત. આ આરોપો સાચા છે જ

December 14, 2019
 635
રેપ ઈન ઈન્ડિયા અને રેપ ઈન ગુજરાત. આ આરોપો સાચા છે જ

જેવો રાજા તેવી પ્રજા અને તેના કર્મચારીઓ. વાળી વાત દેશમાં ૧૦૦ ટકા સાચી પડી રહી છે અને તેની સાથે સાથે ભાજપ ના ગુજરાત સરકાર શાસકો દ્વારા કબુલવા મા પણ આવ્યું છે કે દર 7 કલાકે ગુજરાત મા એક યુવતી પર જુલમ કુકર્મ શોષણ થઈ રહ્યું છે અને જ્યારે ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી શાસન કરતા હતા ત્યારે તેમને કેન્દ્ર ની યુપીએ સરકાર ની સામે બે બુનિયાદ ખોટાં આરોપો લગાવ્યા હતા અને તેના વિડિયો સંદેશ ત્યારે વાયરલ થયા હતા અને તેના કારણે જનતા ને નરેન્દ્ર મોદીની ખોટી જુઠ્ઠી વાતો પર વિશ્વાસ બેઠો હતો અને આ જુઠ્ઠાણાં ના કારણે નરેન્દ્ર મોદી દેશ ના વડા પ્રધાન બની ગયા હતા પણ હમેશા સત્ય ની જીત છે તે મુજબ નરેન્દ્ર મોદીએ યુપીએ સરકાર તરફ જે અભદ્ર ટિપ્પણી વાળા નિવેદનો કર્યા હતા તે જ હવે તેમની સામે આવવા લાગ્યા છે દિલ્હી ખાતે નિર્ભયા નામની યુવતી પર ગેંગ રેપ થયો તે સમયે માણસાઈ નો ધર્મ બાજુ પર મૂકી ને યુપીએ સરકાર ને બદનામ કરવા નીકળી પડેલા નરેન્દ્ર મોદીએ પોતે એક રાજ્ય ના મુખ્ય મંત્રી તરીકે આવું બોલવું અશોભનીય કહેવાય તેની પરવાહ રાખ્યા વિના મંચ ઉપર થી કહી દીધું હતું કે આ શાસકો એ દિલ્હી ને રેપ કેપિટલ બનાવી દીધું છે.

નરેન્દ્ર મોદીએ એક મહિલા વિશે 50 કરોડ રૂપિયા ની ગર્લ ફ્રેન્ડ પણ કહી હતી. દેશ ની સન્માનીય મહિલા ને જર્ષી ગાય પણ કહી હતી. પણ હવે ૨૦૧૪ થી નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે પણ તેમનો શોખ તો વિદેશમાં ફરવાનો છે (ભટકવાનો) જે ભારત ની જનતા જોઈ રહી છે. અને તેમના પર તિરસ્કાર વરસાવી રહી છે. આ હરવા ફરવાના શોખીન નરેન્દ્ર મોદીના શાસનના સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર ભાજપ ના આરએસએસ નેતાઓ અને કાર્યકરો માટે સારી કહેવાતી હશે પણ આમ જનતા નરેન્દ્ર મોદીના શાસનના સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી થી ખુશ નથી કારણ કે લૂંટ મર્ડર ચોરી છેડતી અને બળાત્કાર ની સંખ્યા માં સમગ્ર દેશ મા બહુ મોટો વધારો થઈ રહ્યો છે પણ નરેન્દ્ર મોદી ની જીભ બાળકીઓ અને મહિલાઓ પર થતાં પોતાના શાસન મા અને પોતાની પાર્ટી ના નેતાઓ દ્વારા જે બળાત્કાર થઈ રહ્યા છે તેમના વિશે બોલતા જીભ અટકી જાય છે મોદી ખામોશ થઈ જાય છે.

ગુજરાત મા પણ દર 7 કલાકે મહિલા પર જુલમ થાય છે તે વાત ખુદ ગુજરાત ની વિજય રૂપાણી ની ભાજપ સરકાર દ્વારા કબુલવામાં આવી છે. અને આજે દેશમાં જ્યાં જુઓ ત્યાં બળાત્કાર ની ઘટના બની રહી છે ને મોદી શાહ ચૂપ છે ત્યારે વિપક્ષ તરીકે રાહુલ ગાંધી એ નરેન્દ્ર મોદીએ યુપીએ સરકાર ના શાસન દરમિયાન બળાત્કાર બાબતે જે ખોટો પ્રચાર કર્યો હતો તે વિડિયો સંદેશ જોઈ ને રાહુલ ગાંધી એ પણ કહ્યું છે કે નરેન્દ્ર મોદીના શાસનના સમયે મેક ઈન ઈન્ડિયા નહિ પણ રેપ ઈન ઈન્ડિયા. જેવી દેશ ની હાલત છે. અને નરેન્દ્ર મોદીના શાસનના સમયે હાલ નોર્થ ઈસ્ટ સળગી રહ્યું છે.

તેથી ભાજપ ના નેતાઓ મા ખાસ કરીને મોદી શાહ કે રાજનાથ સિંહ પાસે આ સાચા આરોપ નો કોઈ જવાબ જ નહતો તેથી તેમને સ્મૃતિ ઇરાની ને સંસદ મા પોતાના વતી જવાબ આપવા આદેશ કર્યો હશે અને સ્મૃતિ ઇરાની અતિ ઉત્સાહ મા ખોટે ખોટા આરોપો લગાવવા માંડયાં પણ પત્રકારો સાથે થયેલી વાત ચીત મા રાહુલ ગાંધી એ વળતો હુમલો કર્યો છે કે હું મારા નિવેદન ને ફેર વતો નથી મારી પાસે નરેન્દ્ર મોદીએ દિલ્હી ને રેપ કેપિટલ કહ્યું હતું તે વિડિયો છે તે હું ટ્વીટર પર મૂકીશ તે તમે જોઈ શકશો અને આજે પણ નરેન્દ્ર મોદીની ફેલ્યોર્તા ના કારણે દેશનો નોર્થ ઈસ્ટ ભાગ સળગી રહયો છે. ત્યારે વધુ મા લખવાનું કે ભાજપ ની મહિલા સાંસદો ધારાસભ્યો ને પાર્ટી તરીકે રાજનીતિ કરવી ના જોઈએ કારણ કે સંસદ હોય કે વિધાનસભા હોય બન્ને મા મહિલા પ્રતિનિધિ ખૂબ ઓછી હોય છે અને હિન્દુસ્તાન ની સંસ્કૃતિ ની પરવાહ કરવી જોઈએ.

પોતાની રાજકીય પાર્ટી ની નહિ તેથી મહિલાઓ પર થતાં કોઈ પણ પ્રકારના જુલ્મો પ્રતિ જે તે સરકાર ને જાહેર મા એક થઈ ને પૂરા જોર શોર થી રજૂઆત કરવી જોઈએ કારણ કે મહિલા સુરક્ષા કે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધે તે માટે દરેક રાજકીય પક્ષો ના જાહેર નિવેદન ઍક સરખા હોય છે (હું તો જાણું છુ કે બધી રાજકીય પાર્ટી ઓ મહિલાઓ ને આગળ કરી ને માત્ર મત મેળવવા માટે જ મહિલા સુરક્ષા ની વાત કરે છે).

- કલ્પેશ ભાટિયા (આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: