ચીન સાથે ની મોદી ની મિત્રતા દેશ ને દર વર્ષે એક લાખ કરોડ રૂપિયા થી વધુ નું નુક્સાન પહોંચાડી રહી છે

December 14, 2019
 272
ચીન સાથે ની મોદી ની મિત્રતા દેશ ને દર વર્ષે એક લાખ કરોડ રૂપિયા થી વધુ નું નુક્સાન પહોંચાડી રહી છે

ચીન ના પ્રમુખ ને માટે રિવર ફ્રન્ટ પર હીંચકો બાંધ્યો હતો અને ગરીબો ના છાપરા ઝુંપડા ના દેખાય ભારત દેશ ની ગુજરાત ની સાચી ગરીબી ઢાંકવા માટે નરેન્દ્ર મોદીએ પડદા કરાવ્યા હતા. જ્યારે બીજી તરફ નકલી દેશ પ્રેમીઓ આરએસએસ અને ભાજપ ની ફોજ દેશ ની જનતા આગળ ઓર્ડર કરે કે ચીન ની બનાવટ નો વિરોધ કરો પણ સતત હકીકત એ છે કે નરેન્દ્ર મોદી અમિત શાહ અને આરએસએસ ના મોહન ભાગવત જાણે ચીન ના ગુલામો હોય તેવું વર્તન કરે છે અથવા ચીન થી ડરી ગયા હોય કે અમે ચીન ની સરકાર ની સામે પડીશું તો ચપટી માં અમોને સત્તા પર થી ફેંકી દેવા માટે એવી રાજનીતિ કરશે કે અમોને અમારા દેશમાં જ જનતા દિવસે તારા બતાવશે અને દોડાવશે.

ચીને કેટલીય વખત ભારત ની સરહદ મા કેટલાય કિલો મીટર સુધી ઘૂષન કોરી કરી છે પણ હરામ બરોબર નરેન્દ્ર મોદી કે શાહ કે ભાગવત અને નિંદા સ્પેશિયલ રાજનાથ સિંહ ની હિમ્મત નથી કે ચીન ની સામે એક શબ્દ પણ બોલે.. તેટલે તો લાગે છે કે નરેન્દ્ર મોદી સરકાર ચીન અમેરિકા જાપાન અને સાઉદી અરેબિયા ની મહેરબાની થી જ ચાલતી પટ્ટી વારે ઘડીએ મોદી આ 4 દેશો ના રાજા પ્રમુખો ને મળ્યા કરે છે અને એવા કામ કરે છે કે આ 4 દેશો ભારત દેશ થી રૂપિયા કમાય અને દેશ બરબાદ થાય દેશ ને દર વર્ષે એક બે લાખ કરોડ રૂપિયા નું નુક્સાન થાય પણ મોદી ને તો હરવા ફરવા ની મજા ક્યાંથી આવે?? પાછલા 6 વર્ષો થી એટલે કે નરેન્દ્ર મોદીના કહેવાથી સમજો કે આદેશ થી જે સમજીએ તે પ્રમાણે દેશ ની પાવર કંપનીઓ ને ચીન થી વીજળી પેદા કરતા ઉપકરણો એટલે કે મસીનો ખરીદવા માટે મજબૂર થવું પડે છે અને આ સમય ગાળા મા કેટલાય પાવર કંપની દ્વારા ચીન પાસે થી પાવર ઇલેક્ટ્રિક ઉપકરણો વેચાતા લીધા છે.

અને તેના કારણે હાલ ની ગણતરી પ્રમાણે પાવર સેકટર ને આવનાર 30 વર્ષ મા ૩૦૦૦૦૦૦ ત્રીસ લાખ કરોડ રૂપિયા નું નુક્સાન થાય તેમ છે આ વાત ભારત ઇલેક્ટ્રિક મેન્યુફેકચરિંગ કંપનીઓ નું સંગઠન આઈમાં પાવર કહી રહ્યું છે અને નરેન્દ્ર મોદી સરકાર ને કહી રહ્યું છે કે ચીન ની આવી ઉપકરણો બનાવતી કંપનીઓ પર ભારત માં પ્રતિબંધ મૂકવામાં આવે પણ નરેન્દ્ર મોદી નું ભલું થતું હોય તો દેશ ભલે બરબાદ થઈ રહ્યો હોય તે પ્રમાણે દેશમાં 8 જેટલા રાજ્યો મા ચીન ની કંપનીઓ ને જ ઇસ્તોલેશન ના ઠેકા આપવામાં આવ્યા છે બધું કામ ચીન જ કરી રહી છે તે દેશ હિત મા નથી સ્માર્ટ ગ્રીડ મા પણ ચાઈનીઝ હાર્ડવેર પ્રોડક્ટ વાપરવાનું સરકાર બંધ કરે તો સારી વાત છે કારણ કે ચીન સાથે સંબંધ બગડે ત્યારે ચીન ના હેકર્સ સાઈબર એટેક પણ કરી શકે છે.

- કલ્પેશ ભાટિયા (આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: