એરટેલ અને વોડાફોન-આઈડિયાના નંબર રાખવા છે ચાલુ, તો રિચાર્જ કરાવો આ સસ્તા પ્લાન

January 05, 2020
 1371
એરટેલ અને વોડાફોન-આઈડિયાના નંબર રાખવા છે ચાલુ, તો રિચાર્જ કરાવો આ સસ્તા પ્લાન

ટેલીકોમ કંપની એરટેલ અને વોડાફોન આઈડિયાએ ડીસેમ્બરની શરુઆતમાં ટેરીફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. કંપનીઓના આ નિર્ણયથી લોકોને પહેલાની સરખામણીમાં વધુ પૈસા ચુકવવા પડી રહ્યા છે. જ્યારે, આ બંને કંપનીઓએ પોતાના ગ્રાહકોને રાહત આપતા અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી છે. જ્યારે, એરટેલ અને વોડાફોન-આઈડિયાના યુઝર્સને પોતાના નંબર એક્ટીવ (ચાલુ) રાખવા માટે સામાન્ય રિચાર્જ કરાવવું પડશે.

એરટેલ ૪૯ રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન

જો તમે કોઈને ફોન નથી કરતા શકતા અથવા તમારી આઉટગોઇંગ બંધ થઈ ગઈ છે તો એરટેલના ૪૯ રૂપિયા વાળા પ્લાનને રિચાર્જ કરાવી શકો છો. તમને આ પ્લાનમાં ૩૮.૫૨ રૂપિયાનો ટોકટાઈમ, ૧૦૦ એમબી ડેટા અને ૨૮ દિવસની સમય સીમા મળશે.

એરટેલનો ૨૩ રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન

એરટેલે સામાન્ય રિચાર્જ પ્લાન હેઠળ ૨૩ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનને ટેલીકોમ બજારમાં ઉતાર્યો છે. તમને આ પેકમાં લોકલ અને એસટીડી કોલ માટે ૨.૫ પૈસા પ્રતિ મિનીટના દરથી ચુકવવો પડશે. તેમ છતાં તેમાં તમને ડેટાની સુવિધા મળશે નહીં પરંતુ યુઝર્સને લોકલ એસએમએસ ૧ રૂપિયા અને એસટીડી લોકલ ૧.૫ રૂપિયામાં પડશે. જ્યારે આ પેકની વેલીડીટી ૨૮ દિવસની છે.

એરટેલનો ૭૯ રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન

તમને એરટેલના આ પ્લાનમાં ૬૪ રૂપિયાનો ટોકટાઈમ અને ૨૦૦ એમબી ડેટાની સુવિધા મળશે. તેના સિવાય તમને લોકલ અને એસટીડી કોલિંગ માટે ૬૦ પૈસા પ્રતિ મિનીટના દરથી પૈસા ચુકવવા પડશે. જ્યારે આ પ્લાનની સમય સીમા ૨૮ દિવસની છે.

વોડાફોન-આઈડિયાનો ૪૯ રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન

તમને વોડાફોન-આઈડિયાના આ પ્લાનમાં ૩૮ રૂપિયાનો ટોકટાઈમ અને ૧૦૦ એમબી ડેટા મળશે. તેની સાથે તમને લોકલ અને એસટીડી કોલિંગ માટે ૨.૫ પૈસા પ્રતિ મિનીટ દરથી ચાર્જ ચુકવવો પડશે. જ્યારે, અ પેકની વેલીડીટી ૨૮ દિવસની છે.

વોડાફોન-આઈડિયા નો ૨૪ રૂપિયા વાળો પ્લાન

જો તમે તમારા નંબરને એક્ટીવ રાખવા માંગો છો, તો તમારે ૨૪ રૂપિયા વાળો સામાન્ય પ્લાન રિચાર્જ કરાવવો પડશે. આ પ્લાનમાં તેમના લોકલ અને એસટીડી કોલિંગ માટે ૨.૫ પૈસા પ્રતિ મિનીટના દરથી ચાર્જ ચુકવવો પડશે. જ્યારે આ પેકની વેલીડીટી ૧૪ દિવસની છે.

Share: