રિલાયન્સ જિયોના ગ્રાહકોને લાગશે વધુ એક ઝટકો, ૨૦૨૦ સુધી મોંઘી રહેશે કોલ્સ

December 18, 2019
 728
રિલાયન્સ જિયોના ગ્રાહકોને લાગશે વધુ એક ઝટકો, ૨૦૨૦ સુધી મોંઘી રહેશે કોલ્સ

મોબાઈલ પર વાત કરવી વધુ મોંઘી થઈ શકે છે. આ ટ્રાઈ દ્વારા ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધીમાં ઇન્ટરકનેક્ટ ફી (આઇયુસી) વધારવાના નિર્ણયને લીધે થઈ શકે છે. ટ્રાઈએ કોઈ ઓપરેટરના નેટવર્કથી બીજા નેટવર્ક પર જનાર મોબાઈલ કોલ પર છ પૈસા પ્રતિ મિનીટના શુલ્કને એક વર્ષ માટે વધારવાનો આદેશ આપ્યો છે.

ટેલીકોમ રેગ્યુલેટરી એથોરિટી ઓફ ઇન્ડિયાએ બીજા નેટવર્ક પર કોલિંગ માટે ઈંટરકનેક્ટ યુઝેસ ચાર્જ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ એક વર્ષ માટે ટાળી દીધો છે. એટલે હવે વપરાશકર્તાઓને પોતાના ઓપરેટર સિવાય કોઈ અન્ય કંપનીના નંબર પર કોલ કરશે તો તેમના પર ૬ પૈસા પ્રતિ મિનીટનો શુલ્ક લાગતો રહેશે.

આ નિર્ણયથી જિયોના ગ્રાહકો માટે અન્ય નેટવર્ક પર કોલિંગ ફરીથી ફ્રી થવાની આશા પર મોટો ઝટકો લાગ્યો છે. ઓક્ટોબરથી જિયો ફ્રી કોલિંગની સુવિધા સમાપ્ત કરી બીજા નેટવર્ક પર આઉટગોઇંગ માટે ૬ પૈસા પ્રતિ મિનીટ આઈયુસી ચાર્જ લાગુ કરી ચુકી છે. તેમને જણાવ્યું હતું કે, જ્યારે આઈયુસી ચાર્જ સમાપ્ત થઈ જશે તો તે ફરીથી બધા નેટવર્ક પર કોલિંગ ફ્રી કરી દેશે.

Share: