એરટેલ બાદ જિયો લાવ્યું ખાસ ફીચર, હવે કોઈપણ નેટવર્ક વગર કરી શકશો કોલ

December 19, 2019
 772
એરટેલ બાદ જિયો લાવ્યું ખાસ ફીચર, હવે કોઈપણ નેટવર્ક વગર કરી શકશો કોલ

ટેલીકોમ કંપનીઓ હવે એક બાદ એક ભારતમાં VoWiFi સર્વિસની શરૂઆત કરી રહી છે. આ ટેકનોલોજી મારફતે નેટવર્ક વગર પણ વાઇફાઇ દ્વ્રારા કોલિંગની સુવિધા મળશે. એરટેલે તાજેતરમાં પોતાના યુઝર્સ માટે VoWiFi સર્વિસની શરૂઆત કરી છે અને હવે રિલાયન્સ જિયોએ પણ આ ફીચરની ટેસ્ટીંગ શરુ કરી દીધી છે.

રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના નાસિક સર્કલમાં જિયોનું VoWiFi ફિચર ઉપલબ્ધ થઈ ગયું છે. એક ટ્વીટર યુઝર્સે તેનાથી જોડાયેલ સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જે એપ્પલ આઈફોનથી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ભારતી એરટેલે આ ફીચરને તેમ છતાં ૨૪ ડિવાઇસીસમાં શરુ કર્યું છે જેમાં વનપ્લસ ૭ અને ૭ટી સીરીઝના સ્માર્ટફોન્સ, એપ્પલ આઈફોન ૧૧ સીરીઝ, સેમસંગ ફ્લેગશીપ સ્માર્ટફોન્સ અને શીઓમીની રેડમી કે૨૦ સીરીઝના સ્માર્ટફોન્સ સામેલ છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, જિયો પણ આ ફીચરને લીમીટેડ ડિવાઇસીસમાં લાવશે.

શું છે VoWiFi ટેકનોલોજી

VoWiFi ને વોઈસ ઓવર આઈપી પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારા મોબાઈલમાં નેટવર્ક નથી તો તમે કોઈ વાઈ-ફાઈ અથવા કોઈનું હોટસ્પોટ લઈને ફોન પર આરામથી વાત કરી શકો છો. આ સર્વિસનો સૌથી વધુ ફાયદો રોમિંગ દરમિયાન હોય છે કેમકે તેના દ્વ્રારા તમે ફ્રીમાં વાત કરી શકશો.

VoWiFi કોલિંગને સમજવામાં જો તમને હજુ પરેશાની થઈ રહી છે તો તમે વ્હોટ્સઅપ કોલિંગને ઉદાહરણ તરીકે લઇ શકો છો. વ્હોટ્સએપ દ્વ્રારા કોઈથી વાત કરવા પર તમારુ બેલેન્સ ખર્ચ થશે નહીં, કેમકે વ્હોટ્સએપ કોલિંગ ઈન્ટરનેટ દ્વ્રારા થાય છે.

Share: