પ્રવિણ તોગડિયાએ કહ્યું કે મોદી રાજમાં બાવન હજાર ખેડૂતોએ કરી આત્મ હત્યા

January 04, 2019
 622
પ્રવિણ તોગડિયાએ કહ્યું કે મોદી રાજમાં  બાવન  હજાર ખેડૂતોએ કરી આત્મ હત્યા

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ કહ્યું છે નરેન્દ્ર મોદી સરકારે રામ મંદિરના મુદ્દે હિંદુ સાથે વિશ્વાસધાત કર્યો છે. તેમજ તેની સાથે જ કેન્દ્ર સરકારે ખેડૂતો અને યુવાનો સાથે પણ દગો કર્યો છે. જયપુરમાં પત્રકારો સાથે વાતચીત કરીને તોગડિયાએ કહ્યું જો મોદીજી મંદિર ના બનાવી શકે તો રાજીનામું આપી દે. અમારે તો દેશમાં રામ , ખેડૂતોને પાકના દામ અને યુવાનોને કામ આપે તેવી સરકારની જરૂર હતી તેની માટે જ લોકોએ સરકારને વોટ આપ્યા હતા. મોદી રાજના લોકોને ના રામ  મળ્યા, ખેડૂતોને ના દામ મળ્યા અને યુવાનોને ના કામ મળ્યું.

તેમણે વધુમાં કહ્યું કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે દેશમાં નવી શિક્ષણ નીતિ તૈયાર છે. જો આરએસએસ સરકાર પાસે નવી શિક્ષણ નીતિ તૈયાર કરાવી શકે છે તો રામ મંદિર કેમ ના બનાવી શકયા. તેમણે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાડાચાર વર્ષના કાર્યકાળમાં ૫૨ હજાર ખેડૂતોએ આત્મ હત્યા કરી છે અને ખેડૂતો પર ૧૨ લાખ કરોડનું દેવું છે. તેને માફ કરવામાં કેમ નથી આવતું. પ્રવિણ તોગડિયાએ પૂછ્યું કે કેન્દ્રમાં સરકાર પાસે બહુમત હોવા છતાં તેમણે કરેલા વાયદા તે પૂર્ણ કરી શકયા નથી. જેની માટે ભાજપે દેશના લોકોની માફી માંગવી જોઈએ. તેમજ તોગડિયાએ જણાવ્યું કે તેમના રાજકીય પક્ષનું લોન્ચિંગ દિલ્હીમાં ફેબ્રુઆરી માસમાં કરવામાં આવશે.

Share: