ગુગલ પર ૨૦૧૯ માં ભારતીયોએ આ બાબતને કરી સૌથી વધુ સર્ચ, જાણીને થઈ જશો હેરાન

January 14, 2020
 1400
ગુગલ પર ૨૦૧૯ માં ભારતીયોએ આ બાબતને કરી સૌથી વધુ સર્ચ, જાણીને થઈ જશો હેરાન

કોઈ વિષયને લઈને જાણકારી પ્રાપ્ત કરવા માટે સૌથી વધુ લોકો ગુગલ સર્ચનો ઉપયોગ કરે છે. ગુગલે વર્ષ ૨૦૧૯ માં સર્ચ કરેલ બાબતની એક લીસ્ટ જાહેર કરી છે, જેના દ્વ્રારા જાણવા મળે છે કે, ક્યા ટોપિક સંપૂર્ણ વર્ષ ગુગલ સર્ચના ભાગ બન્યા છે. આ લીસ્ટમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ટોપિક્સ જેવા કે, સમાચાર, લોકપ્રિય વ્યકિત અને સ્પોર્ટસ ઈવેન્ટ્સના વિશેમાં જાણકારી આપવામાં આવી છે.

સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ટોપિક્સ

ભારતમાં આ વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપ સૌથી વધુ સર્ચ કરનાર ટોપિક બન્યો હતો. તેના સિવાય લોકોએ લોકસભા ઇલેક્શન્સ, ચંદ્રયાન ૨, કબીર સિંહ, એવેન્જર્સ: એંડગેમ અને આર્ટિકલ ૩૭૦ જેવા ટોપિક્સને પણ વધુ માત્રામાં સર્ચ કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ન્યુઝ

જો વાત સમાચારની કરીએ તો ભારતમાં આ વર્ષે સૌથી વધુ લોકસભા ઈલેકશન રિજલટ્સને સર્ચ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મિશન ચંદ્રયાન ૨, કશ્મીરથી હટાવવામાં આવેલ આર્ટિકલ ૩૭૦, મહારાષ્ટ્ર એસેમ્બલી ઇલેક્શન્સ અને ભારત સરકારની પીએમ કિશાન યોજનાને પણ લોકોએ ઘણી સર્ચ કરી છે.

સૌથી વધુ સર્ચમાં કરવામાં આવેલ વ્યક્તિત્વ

ઇન્ડીયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સર્ચની બાબતમાં સૌથી ઉપર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન એક મોટા ચેહરા બન્યા હતા. તેના સિવાય લતા મંગેશકર, યુવરાજ સિંહ, આનંદ કુમાર અને વિકી કૌશલને પણ ઘણી માત્રામાં સર્ચ કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ સ્પોર્ટસ ઈવેન્ટ્સ

સ્પોર્ટસ ઈવેન્ટ્સની વાત કરીએ તો તેમાં ક્રિકેટ વર્લ્ડ કપ અને પ્રો કબ્બડી લીગને ઘણી બાબતમાં સર્ચ કરવામાં આવી હતી.

કોઈ પણ ટોપિકને શરૂઆતથી સમજવા માટે લોકો 'What is' નો ગુગલ પર ઘણો ઉપયોગ કરે છે. આ વર્ષે What is Article 370 સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે. તેના સિવાય What is exit poll, What is a black hole, What is howdy Modi અને What is e-cigarette ને પણ ઘણી માત્રમાં લોકો દ્વ્રારા શોધ કરવામાં આવી હતી.

Share: