૯૨ લાખ લોકોએ છોડ્યો એરટેલ-વોડાફોનનો સાથ : ટ્રાઈ

January 05, 2019
 864
૯૨ લાખ લોકોએ છોડ્યો એરટેલ-વોડાફોનનો સાથ : ટ્રાઈ

ટેલિકોમ રેગુલેટરી અથોરિટી ઓફ ઇન્ડિયાની નવી રિપોર્ટ મુજબ ગયા ઓક્ટોબરમાં સૌથી વધુ ગ્રાહક રિલાયન્સ જિયો અને બીએસએનએલે જોડ્યા છે જ્યારે નવા ગ્રાહકોને જોડવામાં એરટેલ અને વોડાફોન પાછળ થઈ ગઈ છે. ઓક્ટોબર ૨૦૧૮ માં જિયોએ એકલા ૧ કરોડથી વધુ નવા ગ્રાહકોને જોડાય છે. જિયોના ગ્રાહકોની સંખ્યા ઓક્ટોબર પહેલા ૨૫.૨૨ કરોડ હતી જે હવે ૨૬.૨૭ કરોડ થઈ ગઈ છે. તેનો ખુલાસો ટ્રાઈની નવી રિપોર્ટમાં થયો છે.

ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં બીએસએનએલ અને જિયોએ મળીને ૧૦ કરોડ ૮૦ લાખથી વધુ મોબાઈલ યુઝર્સને પોતાના ગ્રાહક બનાવ્યા હતા. જયારે વોડાફોન, આઈડિયા, એરટેલ, ટાટા ટેલિસર્વિસિસની ગ્રાહકોની સંખ્યામાં ૧૦ કરોડથી વધુ ઓછી આવી છે. ઓક્ટોબર ૨૦૧૮ માં જ વોડાફોન આઈડિયા અને એરટેલે પોતાના ૯૦ લાખથી વધુ ગ્રાહકોને ગુમાવ્યા છે. જિયો બાદ ભારત સંચાર નિગમ લીમીટેડ (બીએસએનએલ) એ સૌથી વધુ માત્ર ઓક્ટોબર મહિનામાં ૩.૬૪ લાખથી વધુ નવા ગ્રાહક બનાવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ વોડાફોન-આઈડિયા કુલ ૭૩.૬૧ લાખ ગ્રાહક ઓછા થયા છે. જયારે ૧૮.૬૪ લાખ લોકોએ એરટેલની સાથે છોડી દીધા છે. ઓક્ટોબરના અત્યાર સુધી એરટેલના ગ્રાહકોની કુલ સંખ્યા ૩૪.૧૬ કરોડ રહી છે. ટ્રાઈ દ્વ્રારા જાહેર કરવામાં આવેલ આ ડેટાથી ચોક્કસ ખાનગી કંપનીઓની ચિંતામાં વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે, કેટલીક કંપનીઓ દ્વ્રારા મિનિમમ બેલેન્સ જાળવી રાખવાના સમાચાર બાદ નવેમ્બર અને ડિસેમ્બરના મહિનામાં પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓના યુઝર્સની સંખ્યામાં વધુ ગિરાવટ આવી હશે. 

Share: