બીએસએનએલના યુઝર્સ માટે ખુશખબરી, હવે ચુકવવો પડશે નહીં એક્સ્ટ્રા ચાર્જ

January 01, 2020
 734
બીએસએનએલના યુઝર્સ માટે ખુશખબરી, હવે ચુકવવો પડશે નહીં એક્સ્ટ્રા ચાર્જ

સરકારી ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ એટલે બીએસએનએલે પોતાના ગ્રાહકોને ફાયદો પહોંચાડવા માટે નવા વર્ષની શરૂઆતમાં બ્લેકઆઉટ ડેઝને સમાપ્ત કરી દીધા છે. આ અગાઉ પણ કંપનીએ ૨૦૧૯ માં બ્લેકઆઉટ ડેઝને પોતાના નેટવર્કથી દુર કર્યા હતા. તેમ છતાં, રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી પ્રાઈવેટ ટેલીકોમ કંપનીઓ અત્યાર સુધી તેને કર્યો નથી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, બ્લેકઆઉટ ડેઝ દુર કર્યા બાદ યુઝર્સને એક મહિના માટે વોઈસ કોલ અને એસએમએસ મોકલવા પર કોઇપણ રીતનો ચાર્જ ચુકવવો પડશે નહીં.

૨૦૨૦ માં બીએસએનએલ સૌથી પહેલી એવી કંપની છે, જેને સંપૂર્ણપણે બ્લેકઆઉટ ડેઝને સમાપ્ત કર્યો છે. પરંતુ, બ્લેકઆઉટ ડેઝને દુર કરવાની શરૂઆત મુકેશ અંબાણીની સ્થાપિત કંપની રિલાયન્સ જિયોએ કરી હતી. તેમ છતાં, જિયોના આ પગલા બાદ અન્ય ટેલીકોમ કંપનીઓને મજબુર થઈને બ્લેક ડેને દુર કરવો પડ્યો હતો. જ્યારે, ૨૦૧૯ માં પણ બીએસએનએલે સૌથી પહેલા બ્લેકઆઉટ ડેને દુર કર્યો હતો.

છેલ્લા વર્ષે ડીસેમ્બરની શરૂઆતમાં રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાએ પોતાના ટેરીફ પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો હતો, જેનાથી યુઝર્સને પહેલાની સરખામણીમાં વધુ પૈસા ચુકવવા પડતા હતા. જ્યારે, બીજી તરફ બીએસએનએલે અત્યાર સુધી પ્રીપેડ પ્લાન્સના દર મોંઘા કર્યા નથી. તેમ છતાં, કંપનીએ કેરળ સર્કલમાં વર્તમાન પ્લાન્સમાં ફેરફાર કર્યા હતા.

બીએસએનએલનો ૧૯૯૯ રૂપિયા વાળો પ્લાન

બીએસએનએલે ક્રિસમસની તક પર આ પ્લાનની વેલીડીટીને ૬૦ દિવસ માટે વધારી દીધી હતી. તેનો અર્થ એ છે કે, હવે યુઝર્સને આ પ્લાનમાં ૩૬૫ ની જગ્યાએ ૪૨૫ દિવસની સમય સીમા મળશે. જ્યારે, અ ઓફરનો ફાયદો માત્ર ૨૫ ડીસેમ્બરથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી ઉઠાવી શકાઈ છે. તેના સિવાય કંપની આ પ્લાનમાં પોતાના યુઝર્સને પ્રતિદિવસ ૩ જીબી ડેટા (કુલ ૧,૨૭૫ ઝીબી ડેટા) અને ૧૦૦ એસએમએસની સુવિધા આપશે. તેની સાથે યુઝર્સ કોઈ પણ નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગ કરી શકશે. તેમ છતાં, ઓફર સમાપ્ત થયા બાદ આ પ્લાનની વેલીડીટી ફરથી ૩૬૫ દિવસની થઈ જશે.

બીએસએનએલનો ૧૦૯ રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન

બીએસએનએલે ગયા વર્ષે મિત્રમ પ્લાનને ભારતીય બજારમાં ઉતાર્યો હતો, જેની કિંમત ૧૦૯ રૂપિયા હતી. આ પ્લાનમાં યુઝર્સને ૫ જીબી ડેટાની સુવિધા મળે છે. તેના સિવાય કંપનીએ યુઝર્સને કોલિંગ માટે પ્રતિદિવસ ૨૫૦ મિનીટ આપશે. જ્યારે, આ પેકની વેલીડીટી ૯૦ દિવસની છે.

Share: