મોદીની આયુષ્યમાન ભારત યોજનામા ગુજરાતમાં જ મોટી ગેરરીતી, એક જ પરિવારના ૧૭૦૦ કાર્ડ બન્યા

January 19, 2020
 1896
મોદીની આયુષ્યમાન ભારત યોજનામા ગુજરાતમાં જ મોટી ગેરરીતી,  એક જ પરિવારના ૧૭૦૦ કાર્ડ બન્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૫૦ કરોડ લોકોને મફત ઈલાજ માટે આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી હતી. પરંતુ પીએમ મોદીની મહત્વકાંક્ષી યોજના પોલ ગુજરાતથી જ ખુલવા માંડી છે. જેમાં આ યોજના અંતગર્ત ગેરરીતીનો મોટો કિસ્સો ગુજરાતમાંથી જ સામે આવ્યો છે. જેમાં ગુજરાતમાં એક પરિવાર પાસે ૧૭૦૦ આયુષ્યમાન કાર્ડ મળી આવ્યા છે.

જેમાં એક સમાચારપત્રના અહેવાલ અનુસાર લગભગ બે લાખ લોકોએ નકલી ગોલ્ડન કાર્ડ બનાવ્યા હતા. આ ગેરરીતીની ઓળખ નેશનલ હેલ્થ ઓથોરીટીને આઈટી સીસ્ટમથી થયો છે. આ આંકડો હજુ વધી શકે છે.

આ નકલી કાર્ડ બનાવવા બદલ નાણા હડપવાના કેસ ઉત્તર પ્રદેશ, ગુજરાત. છત્તીસગઠ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ ને ઝારખંડમા સામે આવ્યા છે. જે લોકો આ યોજનાને પાત્ર નથી તેમને પણ કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. આ કેસ અંગે જણાવતા એનએચએ ડેપ્યુટી સીઈઓ પ્રવિણ ગેડામે કહ્યું કે રાજયના સંપૂર્ણ આંકડા મંગાવવામા આવી રહ્યા છે. સમગ્ર આંકડા આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. ગેરરીતીને પકડવા માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો સહારો લેવામા આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે આ ગેરરીતીની ખબર ત્યારે પડી જયારે ખાનગી હોસ્પિટલોએ સરકારને મોટા મોટા બીલ મોકલવાની શરૂઆત કરી હતી. જેમાં અનેક બીલોની ચુકવણી પણ થઈ હતી.પરંતુ કે હોસ્પિટલના ગેરરીતી પકડાઈ છે તેને સરકારે ૪ કરોડ રૂપિયાનો દંડ પણ વસુલ કર્યો છે. નકલી બિલ મોકલનાર ૧૫૦ થી વધારે હોસ્પિટલને આ યોજનામાંથી બાકાત કરી દેવામાં આવી છે. મધ્ય પ્રદેશ અને બિહારના ૧૩૫૦ થી વધારે બીલો શંકાસ્પદ હતા. છત્તીસગઠના એક હોસ્પિટલમા એક જ પરિવારના નામ પર ૧૦૯ કાર્ડ બન્યા હતા જેમાંથી ૫૭ લોકોની આંખની સર્જરી કરી હતી. પંજાબના બે પરિવારના નામ પર ૨૦૦ કાર્ડ સામે આવ્યા હતા. મધ્ય પ્રદેશના એક જ પરિવારના ૩૨૨ કાર્ડ બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૧૮મા આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત અત્યાર સુધી ૭૦ લાખ લોકોની સારવાર કરવામા આવી છે. સરકારે આ સારવારના ૪૫૦૦ કરોડ રૂપિયા હોસ્પિટલને ચુકવ્યા છે.

Share: