એરટેલ યુઝર્સ માટે ખુશખબરી, ડીઝીટલ ટીવી થયું ઘણું સસ્તું

January 06, 2020
 677
એરટેલ યુઝર્સ માટે ખુશખબરી, ડીઝીટલ ટીવી થયું ઘણું સસ્તું

દેશની લગભગ દરેક ડીટીએચ કંપની વધુથી વધુ યુઝર્સને પોતાની સાથે જોડવા માટે સતત સસ્તા પ્લાન વાળા ચેનલ પેક ઉતારી રહી છે, જેમાં યુઝર્સને ઓછી કિંમતમાં વધુ ચેનલ મળી રહી છે. હવે આ યાદીમાં ટેલીકોમ કંપની એરટેલે પણ યુઝર્સ બેઝ વધારવા માટે સેટ બોક્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપ્યું છે. યુઝર્સ ડિસ્કાઉન્ટ ઓફર હેઠળ સસ્તી કિંમતમાં એચડી અને એસડી સેટ-ટોપ બોક્સ ખરીદી શકશે. તો આવી જાણીએ એરટેલના સેટ-ટોપ બોક્સ વિષેમાં...

એરટેલના સેટ ટોપ બોક્સની કિંમત થઈ સસ્તી

એરટેલ આ સમયે પોતાના યુઝર્સને ત્રણ સેટ ટોપ બોક્સ આપી રહી છે, જેમાં સ્ટેન્ડર્ડ ડેફિનેશન (એસડી) અને હાઈ- ડેફિનેશન (એચડી) સેટ-ટોપ બોક્સ અને એરટેલ એક્સટ્રીમ બોક્સ સામેલ છે. કંપનીએ એસડી સેટ-ટોપ બોક્સની ૧૧૦૦ રૂપિયા, એચડી સેટ-ટોપ બોક્સની ૧૩૦૦ અને એરટેલ એક્સટ્રીમની ૩૯૯૯ રૂપિયાની કિંમત રાખી છે.

એરટેલની લીમીટેડ ઓફર

લીમીટેડ ઓફરમા એરટેલે થેંક્સ સબ્સક્રાઈબર્સ બોક્સને માત્ર ૨૨૪૯ રૂપિયામાં ખરીદી શકે છે. તો એવું કહેવામાં આવી શકે છે કે, ડીટીએચ ક્ષેત્રમાં આ સેટ-ટોપ બોક્સ અત્યાર સુધીના સૌથી સસ્તા એન્ડ્રોઈડ બેસ્ડ ટીવી બોક્સ છે. જ્યારે, કંપનીની ડીઝીટલ ટીવીની સેવા બધા સર્કલમાં ઉપલબ્ધ છે.

ટાટા સ્કાઈનું સેટ-ટોપ બોક્સ

ટાટા સ્કાઈના ચાર સેટ-ટોપ બોક્સ બજારમાં ઉપલબ્ધ છે, જેમાં એસડી, એચડી, પ્લસ એચડી અને અલ્ટ્રા એચડી ૪કે બોક્સ સામેલ છે. કંપની એસડીની ૧૩૯૯ રૂપિયા, એચડીની ૧૪૯૯ રૂપિયા, પ્લસ એચડીની ૯૩૦૦ અને ૪કે બોક્સની ૬૪૦૦ રૂપિયા કિંમત રાખવામાં આવી છે.

ડીશ ટીવીના સેટ-ટોપ બોક્સ

ડીશ ટીવીએ પોતાના ગ્રાહકો માટે ડીશ એનએક્સટી એચડી, ડીશ એનએક્સટી એસડી અને ડીસ એસએમઆરટી હબ સેટ-ટોપ બોક્સ માર્કેટમાં ઉતાર્યા છે. જ્યારે, કંપની પહેલા બોક્સની ૧૫૯૦ રૂપિયા, બીજા બોક્સની ૧૪૯૦ રૂપિયા અને ત્રીજા બોક્સની ૩૯૯૯ રૂપિયા કિંમત રાખવામાં આવી છે.

Share: