આ છ એપ્સ હેક કરી રહી છે તમારા વ્હોટ્સએપનો ડેટા

March 13, 2019
 1740
આ છ એપ્સ હેક કરી રહી છે તમારા વ્હોટ્સએપનો ડેટા

મેસેજિંગ એપ વ્હોટ્સએપને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે અને તેમાં ૬ એવીની ઓળખાણ થઈ છે જે તમારા બધા વ્હોટ્સએપ મેસેજને ગુપ્ત રીતે વાંચી રહી છે. જાણકારી મુજબ યુઝર્સના ડેટાને એક સ્પાયવેર ડિટેકટ કરી રહ્યું છે અને આ સ્પાયવેર Flappy Birr, Flappy Birr Dog, Flashlight, HZPermis Pro Arabe, Win7Simulator અને WinLauncher એપ્સ દ્વ્રારા યુઝર્સના ડેટાને હેક કરી રહ્યું હતું. આ એપ્સને એન્ડ્રોઇડ યુઝર્સ દ્વ્રારા અત્યાર સુધી એક લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે.

આવી રીતે થાય છે હેકિંગ

જાણ થઈ છે કે, જયારે પણ કોઈ યુઝર્સ આ સ્પાયવેર વાળી એપને પોતાના ડિવાઇઝ પર ઇન્સ્ટોલ કરતી હતી, તો આ સ્પાયવેર તે ડિવાઇઝના ઈન્ટરનેટ કનેક્શનને હેક કરી પોતાના કમાન્ડ અને કંટ્રોલ સર્વરથી જોડી દેતું હતું. કનેક્શન થયા બાદ આ તે ડિવાઇઝની મૂળભૂત માહિતી જેવી લેંગવેઝ, રજિસ્ટર કંટ્રી અને મેન્યુફેક્ચરર સરળતાથી હેક કરી લેતું હતું.

સંશોધનકારોએ જણાવ્યું છે કે, આ સ્પાઈવેર ઇનફેક્ટેડ ડિવાઈસની બધી જાણકારીઓ હેક કરવાની તાકાત રાખે છે. આ સ્પાયવેર દ્વ્રારા હેકર્સ વપરાશકર્તાઓના કોલ લોગ, કોન્ટેકટ્સ, પર્સનલ મેસેજ, ઓડિયો-વિડીયો ફાઈનલ અને ફોટોઝને પણ સરળતાથી એક્સેસ કરવામાં સક્ષમ હતા. જો તમારા ફોનમાં આવી રીતની એપ્સ છે તો તેને તરત જ ડીલીટ કરી દો.  

Share: