મહિલાઓ આ એપથી કરી શકશે યૌન ઉત્પીડનની ફરિયાદ

January 13, 2020
 843
મહિલાઓ આ એપથી કરી શકશે યૌન ઉત્પીડનની ફરિયાદ

મહિલાઓની મદદ માટે અત્યારે એક એવી એપને લઇ જવા રહ્યા છે જે યૌન દુર્વ્યવહારની ફરિયાદ કરવામાં ઘણી મદદગાર સાબિત હશે, જ્યારે આ એપના આવ્યા બાદ મહિલાઓને પોલીસના ચક્કર પણ લગાવવા પડશે. સ્મેશબોર્ડ નામની આ ખાસ એપ દ્વ્રારા કાનૂની સહાયતા મહિલાઓને મળશે અને મેડીકલ સુવિધાઓ પણ આપવામાં આવશે.

સ્મેશ બોર્ડ એપના કો-ફાઉન્ડર નુપુર તિવારીએ ન્યુઝ એજેન્સી રોઈટરને જાણકારી આપતા જણાવ્યું છે કે, આ એપમાં યૌન પીડિત મહિલાઓ ફોટો, સ્ક્રીનશોટ, કોઈ ડોક્યુમેન્ટ, વિડીયો અને ઓડિયો સબુત તરીકે સેવ કરી શકશે. આ જાણકારી સંપૂર્ણપણે પ્રાઈવેટ અને એન્ક્રિપ્ટ હશે. એપ દ્વ્રારા પીડિતોને મેડીકલ સાથે-સાથે કાનૂની મદદ મળશે. નુપુર તિવારીએ જણાવ્યું છે કે, આ એપ યુઝર્સની લોકેશનને ટ્રેક કરશે નહી અને તેમના ડેટા સાથે પણ કોઈ છેડ-છાડ થશે નહીં.

થોમસન રિયુટર ફાઉન્ડેશન ૨૦૧૮ સર્વે મુજબ ભારત મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશોની યાદીમાં સૌથી ઉપર છે. ભારત સરકારના તાજેતરના આંકડા મુજબ વર્ષ ૨૦૧૭ માં ૯૦ દિવસમાં રેપની ૩૨,૫૦૦ ફરિયાદ નોંધાઈ હતી. ભારતમાં કાનૂની પ્રક્રિયા ધીમી છે, જ્યારે ઘણી વખત ફરિયાદ કરનાર મહિલાઓ પર હુમલો પણ થઈ જાય છે. એવામાં આ એપ ઘણી કામની સાબિત થઈ શકે છે.

Share: