ભાજપને કયારેય મત આપશો નહિ, ચિઠ્ઠીમાં લખી મોતને વ્હાલ કર્યું.

January 18, 2020
 1191
ભાજપને કયારેય મત આપશો નહિ, ચિઠ્ઠીમાં લખી મોતને વ્હાલ કર્યું.

ભાજપના રાજમાં બેકારીને કારણે શિક્ષિત યુવાઓ આત્મહત્યા કરવા મજબુર બન્યાં છે. અત્યારે એલઆરડીના મુદ્દે માલધારીઓ રોડ પર ઉતર્યા છે. એલઆરડીની ભરતીમાં અનામતનો લાભ આપવા છેલ્લાં ૩૭ દિવસથી માલધારી મહિલાઓ ગાંધીનગરમાં લડત લડી રહી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોર સહિત સાંસદ કિરીટ સોલંકી આ મુદ્દે સરકારમાં પત્ર લખી ચૂક્યાં છે.

એલઆરડીની ભરતીના મુદ્દે બે માલધારી યુવાઓ આપઘાત કર્યો હતો. જેમની અંતિમ ચિઠ્ઠીમાં માલધારી સમાજને અપીલ કરવામાં આવી છે કે, ભાજપને ક્યારેય મત આપશો નહિ. ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસનો ભોગ લઈ રહી છે. મારા મૃત્યુ માટે ઉપર દર્શાવેલ પ્રધાન તથા અધિકારી જવાબદાર હોવા છતાં આ ભાજપ કંપની સરકાર કોઈ કાર્યવાહી કરશે નહીં. પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરીની વેદના જાઈ ના શક્યો. મોઢે આવેલ કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો.સરકાર ગરીબોને મારી નાખશે. ગદારો, ભગવાન ન્યાય આપવા માટે બેઠો છે. મારા રબારી સમાજને વિનંતી કે ભાજપ સરકાર પ્રધાનપદ આપે તો પણ તે નકારજો અને ભાજપને ક્યારેય મત આપશો નહી.- માંજર મુંજા હુણ.

Share: