અમદાવાદમાં યોજાશે " હાઉડી ટ્રમ્પ", દુનિયાના શક્તિશાળી દેશના આ નેતા પહેલીવાર આવશે ગુજરાત.

January 18, 2020
 1242
અમદાવાદમાં યોજાશે

વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ત્રણ દિવસની યાત્રાએ આવી શકે છે. જો કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના પ્રવાસની હજુ સત્તાવાર જાહેરાત થઇ નથી પણ સૂત્રો કહે છે કે, ચીનના રાષ્ટ્રપ્રમુખ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી શકે છે. એટલું જ નહિ, અમદાવાદમાં ય અમરેકીની જેમ " હાઉડી ટ્રમ્પ " કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અમેરિકાના એનઆરઆઈ હાજરી આપી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત ફેબ્રુઆરીમાં થશે. આ કાર્યક્રમના સંબંધિત લોકોએ કહ્યું કે ટ્રમ્પ આ પ્રવાસ પર એકલા રહેશે, જેમાં તેઓ નવી દિલ્હી સિવાય ભારતના કોઈ પણ એક શહેરની મુલાકાત લેશે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રવાસ ત્રણ દિવસનો રહેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તેમની ભારત મુલાકાત દરમિયાન ગુજરાતમાં અમદાવાદના હ્યુસ્ટનમાં યોજાયેલા 'હાઉડી મોદી' કાર્યક્રમની તર્જ પર બીજી ઘટનાને સંબોધન કરી શકે છે.

Share: