નિર્ભયા કેસના ચાર આરોપીઓ વિરુદ્ધ નવો ડેથ વોરંટ જાહેર, ૧ ફેબ્રુઆરીએ અપાશે ફાંસી

January 18, 2020
 932
નિર્ભયા કેસના ચાર આરોપીઓ વિરુદ્ધ નવો ડેથ વોરંટ જાહેર, ૧ ફેબ્રુઆરીએ અપાશે ફાંસી

નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના એક દોષી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે નામંજુર કરી દીધી છે. જેની બાદ પટિયાલા કોર્ટે નિર્ભયાના દોષીઓ વિરુદ્ધ ૨૨ જાન્યુઆરીના બદલે ૧ ફેબ્રુઆરીએ સવારે ૬ વાગે ફાંસીની સજા સંભળાવી છે. સરકારી વકીલ તરફથી અદાલતને જણાવવામા આવ્યું કે રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજી ફગાવી દીધી છે તેમજ હવે તેની અરજી કોઈ કોર્ટ પડતર નથી. તેની માટે નવો ડેથ વોરંટ જાહેર કરવામા આવે. તેની બાદ અદાલતે તમામ વસ્તુને ધ્યાન પર રાખીને નવો ડેથ વોરંટ જાહેર કર્યો છે. જેમાં અદાલતે નવા ડેથ વોરંટ પર ૧ ફેબ્રુઆરી અને સવારે ૬ વાગેનો સમય નક્કી કર્યો છે.

જો કે ડેથ વોરંટ જાહેર કરવાના સરકારી વકીલની અપીલ પર સવાલ કરતા કોર્ટમાં હાજર એમીક્યુસ ક્યરી વૃંદા ગ્રોવરે અદાલતને પૂછ્યું કે શું સત્તાવાર રીતે આરોપીને તેની જાણ કરવામા આવી છે. કારણ કે તે તેની જિંદગી અને મોતનો સવાલ છે. તેની પર જજે સરકારી વકિલને કહ્યું કે દોષીને દયા અરજી રદ થવા અંગે સત્તાવાર રીતે જાણ કરવામા આવે. જે અંગે સરકારી વકીલે કહ્યું કે તે અંગે તિહાડ જેલ પ્રશાસન ખાતરી કરીને એક કલાકમાં અદાલતને જણાવશે.આ પૂર્વે શુક્રવારે બપોરે રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે નિર્ભયા રેપ અને હત્યા મામલેના દોષીમાંથી એક મુકેશની દયાની અરજી રદ કરી દીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુકેશની દયાની ગુરુવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવનને મોકલી હતી. જેને રાષ્ટ્રપતિએ રદ કરી દીધી હતી.

Share: