દિલ્હીમા ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે પોલીસ કમિશ્નરને મળી વિશેષ સત્તા, રાસુકા હેઠળ કોઈની પણ ધરપકડ કરી શકશે

January 18, 2020
 933
દિલ્હીમા ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે પોલીસ કમિશ્નરને મળી  વિશેષ સત્તા, રાસુકા હેઠળ કોઈની પણ ધરપકડ કરી શકશે

દિલ્હીના શાહીન બાગમા નાગરિકતા કાયદા વિરુદ્ધ સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઉપ રાજયપાલ અનિલ બેજને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અનુસાર દિલ્હી પોલીસ કમિશ્નરને કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાનો અધિકાર આપ્યો છે. રાસુકા કાયદા હેઠળ પોલીસ કમિશ્નર કોઈપણ વ્યક્તિને સલામતીના ભાગરૂપે તેને જેલમા રાખી શકવાનો અધિકાર આપે છે જે વ્યક્તિથી વહીવટીતંત્રને રાષ્ટ્રીય સુરક્ષા અને કાનુન વ્યવસ્થાની ખતરો હોય.આ પરિપત્ર મુજબ ઉપ રાજ્યપાલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો ૧૯૮૦ની કલમની ઉપધારા(૩) નો ઉપયોગ કરીને ૧૮૯ જાન્યુઆરીથી ૧૮ એપ્રિલ સુધી દિલ્હી પોલીસ કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકે અને તેને જેલમા રાખી શકે છે. આ અધિસુચના રાજયપાલની મંજુરી બાદ ૧૦ જાન્યુઆરીના રોજ જાહેર કરવામા આવી હતી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે શુક્રવારે શાહીન બાગના પ્રદર્શનકારીઓને કાલિંદી કુંજ શાહીન બાગ માર્ગ ખોલવાની અપીલ કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે આ પ્રદર્શનના કારણે દિલ્હી એનઆરસીના નિવાસીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના શાહીન બાદ વિસ્તારમા છેલ્લા એક મહિનામાં ધરણા પ્રદર્શન પર લોકો રોડ પર બેઠા છે. આ રોડ નોઈડા અને દિલ્હીને જોડવાનું કામ કરે છે અને વિરોધ પ્રદર્શનના લીધે નોઈડા ટ્રાફિક પોલીસે તેને બંધ કરી દીધો છે.પોલીસે તેના નિવેદનમા કહ્યું છે કે અમે રોડ ૧૩-એ પર બેઠેલા વિરોધ પ્રદર્શનકારીઓને અપીલ કરીએ છીએ કે લોકોની પરેશાનીને સમજે અને રાજમાર્ગ સંપૂર્ણ રીતે બંધ હોવાના લીધે દિલ્હી અને એનસીઆરના નિવાસીઓ, સીનીયર નાગરિકો, દર્દીઓ અને શાળાના બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દો હાઈકોર્ટમા ઉઠી ચુક્યો છે.શાહીન બાગ વિસ્તારમા નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમા ચાલુ પ્રદર્શનના પગલે નોઈડાથી દિલ્હી જનારા લોકોને મથુરા રોડ, આશ્રમ અને ડીએનડી માર્ગ તથા બદરપુર જઈને આશ્રમ ચોક વાળા રોડનો ઉપયોગ કરવા અપીલ કરવામા આવી છે.

Share: