દેશ મા બધું ખાનગી કરણ કરવું છે તો  દેશ ની જનતા ને ભાજપ સરકાર કે પાર્ટી ની જરૂર નથી

January 18, 2020
 236
દેશ મા બધું ખાનગી કરણ કરવું છે તો  દેશ ની જનતા ને ભાજપ સરકાર કે પાર્ટી ની જરૂર નથી

રાજીવ ગાંધી ૮૫/૮૯ ની સાલ માં દેશ ના વડા પ્રધાન હતા ત્યારે તેમને ભારત દેશ મા ગણ્યા ગાંઠ્યા વાહન ઉત્પાદકો ની દાદાગીરી ને ખતમ કરી નાખી હતી. અને તેને કારણે દેશમાં કેટલાય વર્ષોથી દુનિયા ની તમામ વાહન ઉત્પાદકો ના વાહન ભારત દેશ મા સહેલાઇ થી મલી રહે છે અને તે પણ વ્યાજબી ભાવે.. દેશમાં બીજું ક્રાંતિ કારી પગલું રાજીવ ગાંધી એ ભર્યું હતું કે દેશમાં કોમ્પુટર નો ઉપયોગ સરકાર મા અને જનતા માટે કરવો. ત્યારે ઓછી બુદ્ધિ ના માલિકો એવા ભાજપ ના નેતાઓ એ કોમ્પ્યુટર યુગ નો જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો હતો અને કહ્યું હતું કે એક કોમ્પ્યુટર ૭/૮ માણસો નું કામ કરશે અને તેના કારણે દેશ મા બેકારી નું ચક્કર ફરી મળશે. સારા નેતાની છાપ વાળા ભાજપ ના અટલ બિહારી વાજપેયી એ પણ નાટક કરવામાં કોઈ કસર ન છોડી. અને કોમ્પ્યુટર યુગ શરૂ થયા પછી જ ભાજપ ને કેન્દ્ર મા સરકાર બનાવવા ની તક મળી હતી.

રાજીવ ગાંધી એ ૧૮ વર્ષ ના યુવાનો ને મત આપવા નો હક આપ્યો હતો જે પહેલા ૨૧ વર્ષ ના યુવાનો મત આપી શકતા હતા. અને દેશના આ જ ઉમર ના યુવાનો ને મોદી શાહ દ્વારા કોમ્પ્યુટર યુગમાં સોશીયલ મિડીયા પર ખોટા મેસેજો મોકલી ને તેમનું દિમાગ વોશ કરી ને ભાજપ માટે મત મેળવી લીધા હતા. યુપીએ સરકાર વખતે ડોકટર મનમોહન સિંહ ના વડા પ્રધાન પદે તેમની સરકાર દ્વારા ૫૧ ટકા જ વિદેશી નીવેશકો રોકાણ કરી શકે તેવું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે પણ સત્તા હાંસલ કરવા ના ઉદ્દેશ થી જ ચાલવા વાળા દેશ ની ગરીબ જનતા ના દુશ્મનો એવા ભાજપ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરી ને સંસદ સત્ર પણ ચાલવા દીધું નહોતું અને વિદેશી નિવેશ કરવાની યુપીએ સરકાર ના પ્રસ્તાવ ને રદ કરવો પડ્યો હતો. અને નરેન્દ્ર મોદીએ દેશ ના વડા પ્રધાન બન્યા બાદ કોંગ્રેસ ના જે નિર્ણયો નો જોરદાર વિરોધ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો તે સમગ્ર બાબતે થૂંકેલું ચાટી ને તેજ પ્રમાણે નિયમો બનાવી ને તેનો અમલ શરૂ કરી દિધો હતો. જેમાં આધાર કાર્ડ.

વિદેશી નિવેશ ને આવકારવા જેવા પચાસ થી કોંગ્રેસ ના નિર્ણયો અને યોજના ઓ ના નામ બદલી ને નરેન્દ્ર મોદી હાલ પોતાની કેન્દ્ર સરકાર ચલાવી રહ્યા છે પણ સાથે સાથે એવી મૂર્ખામી પણ કરો રહ્યા છે કે દેશ ની રાષ્ટ્રીય મિલકતો ને વેચી ને કે તેનું ખાનગી કરણ કરીને દેશ ને બરબાદ કરી રહ્યા છે કારણ કે નરેન્દ્ર મોદી પાસે અર્થ તંત્ર કે પોતાના પરિવાર ને કેવી રીતે ચલાવવો કે સગા સંબંધી મિત્રવર્ગ સાથે કેવી રીતે વર્તવું એ સમજણ નથી તેથી જ તો નરેન્દ્ર મોદી જેવી રીતે પોતાના ભાઈ બહેન કુટુંબીઓ ને દુશ્મન ગણે છે તેવી જ રીતે દેશ ની તમામ રાજકીય પાર્ટી ઓ ને પણ દેશના દુશ્મન ગણી ને ચુંટણી પ્રચાર વખતે તેમના દિલ માં જે ભર્યું હોય તે ઓકી કાઢે છે. અને જ્યારે સરકાર બનાવવા ભાજપ ને બહુમતી ના હોય ત્યારે જેનો વિરોધ પ્રદર્શન ખરાબ રીતે કર્યો હોય તેના પગમાં પડીને આળોટે છે.

કારણ કે તેમની પાર્ટી ને સત્તા સાથે પ્રેમ છે દેશ માટે નથી ભાજપ ને તો ગામડા મા તાલુકા જિલ્લા કે કોર્પોરેશન કે રાજ્ય અને કેન્દ્ર મા સત્તા હાંસલ કરી ને આરએસએસ અને ભાજપ ને માનતા સવર્ણ સમાજ ને અરબો પતી બનાવવા મા જ રસ છે કારણ કે દેશ મા ભાજપ એવું ઈચ્છે છે કે દેશ હિંદુ રાષ્ટ્ર બને અને સવર્ણ સમાજ દેશ અને દેશના કામ ધંધા રોજગાર માટે શેઠ બને અને દલિત ગરીબ આદિવાસી અન્ય સમાજ ના લોકો તેમના ગુલમ બને. આ કારણ થી જ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશમાં જ્યાં ત્યાં ખાનગી કરણ ની નીતી અપનાવવા મા આવી છે અને દેશ ની પ્રતિષ્ઠિત કંપનીઓ ની સાથે દેશ ની રેલવે ને પણ ખાનગી કંપની ને હવાલે કરવા માંગે છે અને આવનાર ૨/૩ વર્ષ મા જ દેશ મા ૧૫૦ થી વધુ રેલવે ટ્રેનો ખાનગી કંપની ઓ દોડાવશે અને આ કંપનીઓ કોણ હશે તે દેશ ની જનતા જાણે જ છે કે દેશ ની વધુ મા વધુ સરકારી મિલકતો ના માલિકો અંબાણી અદાણી જ બનવા ના છે.. ભાજપ ના નેતાઓ પોતાને મળેલી સત્તા નો ઉપયોગ દેશ હિત માટે નથી કરી રહ્યાં એવું દેખાઈ રહ્યું છે.

જનતા ની સુખ સુવિધા ના કામો નું પણ ખાનગી કરણ કરીને દેશ ની સિસ્ટમ અને નાગરિકો ના ડેટા ઓ ને પણ ખાનગી કંપની ઓ ને આપી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ કચેરીમાં પણ ખાનગી કંપની ના માણસો દ્વારા કામ થઈ રહ્યું છે. જૂના વાહનો ચાલકો ને hsrp નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે અને તેના માટે જે તે વાહન ચાલક દ્વારા આરટીઓ કચેરીમાં કે ઓન લાઈન નંબર પ્લેટ ની નોંધણી કર્યા પછી નંબર પ્લેટ લગાવવા વાહન ચાલક આરટીઓ કચેરી મા જાય છે ત્યારે ખાનગી કંપની નો માણસ વાહન ના એન્જિન કે ચેચિસ નંબર ની ખરાઈ કર્યા વગર જ જલ્દ બાજી મા નંબર પ્લેટ લગાવી ને ચા પાણી માટે ગેરકાદેસર રીતે ૨૦/૫૦ રૂપિયા લેવામાં રસ રાખે છે. આ તો ખાનગી કરણ ની બેદરકારી નો મે જાતે અનુભવેલો દાખલો લખ્યો છે. પણ આવનાર સમયમાં દેશ ની હાલત તમામ ક્ષેત્રે ખરાબ થઈ ગઈ હશે તે નક્કી છે ત્યારે ખાસ કરીને મોદી ભક્તો ને પોતાની આવનારી પેઢી ના ભવિષ્ય માટે અને દેશ હિત માટે વિચારવું જોઈએ.

- કલ્પેશ ભાટિયા (આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: