હવે ટ્વીટર પર ક્યારેય જોવા મળશે નહીં એડિટનો ઓપ્શન, કંપનીએ કરી આ મોટી જાહેરાત

February 13, 2020
 1775
હવે ટ્વીટર પર ક્યારેય જોવા મળશે નહીં એડિટનો ઓપ્શન, કંપનીએ કરી આ મોટી જાહેરાત

ટ્વીટરના સીઇઓ જૈક ડોર્સીએ છેલ્લા વર્ષે કહ્યું હતું કે, તેમની માઈક્રોબ્લોગિંગ વેબસાઈટમાં જલ્દી ‘Edit’ બટનને સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ટ્વીટર પર ટ્વીટ કર્યા બાદ તેણે ક્યારેય એડિટ કરી શકાતી નથી એટલા માટે આ નવા ઓપ્શનને લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

હવે એક નવી રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, ટ્વીટર પર એડિટનો ઓપ્શન કદાચ કયારેય આવશે નહીં. ઓનલાઈન ન્યુઝ વેબસાઈટ Weird ની રિપોર્ટ મુજબ જૈક ડોર્સીએ જણાવ્યું છે કે, ટ્વીટર યુઝર્સને પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટસમાં ફેરફાર કરવા માટે એડિટ ઓપ્શન આપવામાં આવશે નહીં. તેમને જણાવ્યું છે કે, પોતાના પ્લેટફોર્મ પર એડિટનો ઓપ્શન ન આપવાનો આઈડિયા ટ્વીટરની ઓરિજનલ ડીઝાઈન અને એક અલગ ઓળખાણથી જોડાયેલ છે.

આ ફીચર આ કારણે આપવામાં આવશે નહીં

આ ફીચરને લઈને એક પક્ષ એ પણ છે કે, યુઝર્સ પોતાના ટ્વીટને ઘણી શેર થવા અને પસંદ કર્યા બાદ તેને એડિટ કરી ખોટી જાણકારી ફેલાવી શકે છે. એટલા માટે આ ફીચરને ક્યારેય લાવવામાં આવશે નહીં.

Share: