વ્હોટ્સએપમાં સામેલ થશે અનોખું ફીચર, યુઝર્સને મળશે એનીમેટેડ સ્ટિકર્સ

February 20, 2020
 1861
વ્હોટ્સએપમાં સામેલ થશે અનોખું ફીચર, યુઝર્સને મળશે એનીમેટેડ સ્ટિકર્સ

જો તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા સાથે જોડાયેલ છે. વ્હોટ્સએપમાં નવા એનિમેટેડ સ્ટિકર્સની સપોર્ટને જોડવા જઈ રહ્યા છે. આ ફીચરને સૌથી પહેલા વ્હોટ્સએપના બીટા વર્ઝનમાં સામેલ કરવામાં આવ્યું છે, જ્યારે આવનારા સમયમાં તેને અન્ય યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમ છતાં, વ્હોટ્સએપે અત્યાર સુધી આ ફીચરને લઈને વધુ જાણકારી આપી નથી.

ઓનલાઈન વેબસાઈટ WaBetaInfo મુજબ આવનારા દિવસોમાં વ્હોટ્સએપમાં એનીમેટેડ સ્ટિકર્સ ઉપયોગ કરવા મળશે. તેને મોકલવા માટે યુઝર્સને ચેટ બોક્સ ઓપન કરી સ્ટીકર બટન પર ક્લીક કરવું પડશે. અહીં યુઝર્સને સ્ટિકર્સ પેકને અપડેટ કરવાનો ઓપ્શન મળશે. આ અપડેટ બાદ યુઝર્સ એનીમેટેડ સ્ટિકર્સનો ઉપયોગ કરી શકશે.

Share: