લો આવી ગઈ છે એવી ઇનરવેર જે તમને હૃદયરોગના હુમલા પહેલા આપશે એલર્ટ
By:
vg.amit
January 08, 2019
874
Previous
Next
1. એવી ઇનરવેર જે તમને હાર્ટએટેક પહેલા આપશે એલર્ટ
કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો ૨૦૧૯ દરમિયાન મેડીકલ હેલ્થકેર પ્રોડક્ટ બનાવનારી ફેંચ કંપની ક્રોનોલાઈફે એક એવી સ્માર્ટ ગંજી પ્રસ્તુત કરી છે, જે સમય પહેલા જ હાર્ટ અટેકની જાણકારી આપી દેશે. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટ ગંજીની મદદથી ઈસીજી અને હાર્ટ અટેક એલર્ટ સહિત ૬ રીતની જાણકારી મોબાઈલ એપ પર જ પ્રાપ્ત કરી શકાશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ સ્માર્ટ ગંજીને ઈન્ટરનેટની જરૂરત નથી, સાથે ગંજીને ધોતા સમયે તેના સેન્સરને નીકાળવા પણ પડશે નહીં.
2. કિંમત અને ઉપલબ્ધતા
ક્રોનોલાઈફે આ ગંજીને હજી સીઈએસમાં પ્રસ્તુત કરી છે અને હજુ તેનું વેચાણ શરૂ થયું નથી. કંપનીના મુજબ, જયારે તેનું વેચાણ શરૂ થશે ત્યારે તેને ૨૩૦ ડોલર (લગભગ ૧૬ હજાર રૂપિયા) માં ખરીદી શકાશે.
3. આવી રીતે કરશે કામ
આ સ્માર્ટ ગંજીને કોટન અને લાઈક્રાથી બનાવવામાં આવી છે, જેને દરરોજ ધોઈ પણ શકાય છે. આ ગંજીમાં ખાસ રીતના સેન્સર લગાવવામાં આવ્યા છે, જે હાર્ટ, બ્રીથિંગ, બોડી ટેમ્પરેચર અને સામાન્ય ફિજિકલ એક્ટીવીટીની ઇલેક્ટ્રિકલ એક્ટીવીટી પર નજર રાખશે. આ ગંજીની મદદથી યુઝર્સનો જે પણ ડેટા લેવામાં આવે છે, તેને મોબાઈલ એપ પર સરળતાથી જોઈ શકાય છે.