બીએસએનએલે પોતાના આ લોકપ્રિય પ્લાનની વેલીડીટીમાં કર્યો મોટો ઘટાડો

January 27, 2020
 977
બીએસએનએલે પોતાના આ લોકપ્રિય પ્લાનની વેલીડીટીમાં કર્યો મોટો ઘટાડો

બીએસએનએલે ૭૧ માં ગણતંત્ર દિવસને ખાસ બનાવવા માટે પોતાના ૩૬૫ દિવસની વેલીડીટી વાળા પ્લાનની વેલીડીટી ૭૧ દિવસ સુધીની વધારી દીધી હતી. હવે સમાચાર સામે આવ્યા છે કે, કંપનીએ ૧૧૮૮ રૂપિયા વાળા પ્લાનની વેલીડીટીમાં ૬૫ દિવસ ઘટાડી દીધા છે. બીએસએનએલના ૧૮૮૮ રૂપિયા વાળા પ્લાનમાં પહેલા ૩૬૫ દિવસની વેલીડીટી મળતી હતી, આ પ્લાનમાં યુઝર્સને હવે ૩૦૦ દિવસની વેલીડીટી મળશે. તમને જણાવી દઈએ કે, બીએસએનએલનો આ પ્લાન મારુથામ નામથી જાણીતો છે.

તમિલનાડુની વેબસાઈટ પર બીએસએનએલે જાણકારી આપતા જણાવ્યું છે કે, આ પ્લાનની વેલીડીટી હવે ૩૦૦ દિવસની થઈ ગઈ છે. આ પ્રમોશનલ ઓફર ૩૧ માર્ચ સુધી મર્યાદિત છે.

બીએસએનએલના આ મારુથામ પ્લાનમાં દરરોજ ૨૫૦ મિનીટની કોલિંગ સુવિધા મળે છે. જ્યારે પાંચ જીબી હાઈ સ્પીડ ડેટા ઉપયોગ કરવા કંપની આપે છે. આ પ્લાનમાં કુલ ૧૨૦૦ એસએમએસ પણ મળે છે. આ પ્લાન ચેન્નાઈ અને તમિલનાડુના યુઝર્સ માટે જ છે.

Share: