ગાજર રાયતા રેસીપી

January 27, 2020
 730
ગાજર રાયતા રેસીપી

જોકે, આજકાલ બજારમાં નારંગી રંગનાં ગાજર મળવા લાગ્યા છે, જે આખું વર્ષ ઉપલબ્ધ રહે છે, પરંતુ શિયાળામાં આવતા લાલ-લાલ ગાજરની સામે, આ અન્ય ગાજર નિસ્તેજ જ લાગે છે. એટલા માટે જ આ દેશી ગાજરમાંથી માત્ર શાકભાજી, હલવો વગેરે બનાવવામાં આવે છે, પરંતુ તેનું સ્વાદિષ્ટ રાયતું પણ બનાવવામાં આવે છે. જો તમે પણ જૂના પ્રકારનું રાયતું ખાઈને કંટાળી ગયા છો, તો પછી આ રાયતા રેસિપીને જરૂરથી અજમાવો.

ગાજરના રાયતાની સામગ્રી:

૧ ૧/૨ કપ દહીં

૪ ગાજર

૧ ચમચી શેકેલુ જીરું

૧/૨ ચમચી લાલ મરચાં

૧/૨ ચમચી કાળું મીઠું

૧ ચમચી બારીક સમારેલી કોથમીર ના પાન

ગાજર રાયતા બનાવવાની રીત:

સૌથી પહેલા ગાજરને ધોઈને તેની છાલ કાઢી લો. તેને છીણી નાખો અને પછી તેને તમારા હાથમાં લો અને તેમાંથી પાણી કાઢી લો.

દહીંને એક બાઉલમાં કાઢી લો અને તેમાં એક કપ પાણી ઉમેરો. તેમાં જીરું, લાલ મરચું, કાળું મીઠું અને કોથમીર નાખો અને બરોબર મિક્ષ કરી લો.

આ દહીંને છીણેલા ગાજરમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ઉપરથી કોથમીર નાખો હવે સર્વ કરો.

Share: