એક ફ્રેબુઆરીથી ૭૫ લાખ સ્માર્ટફોનમાં કામ કરશે નહી વ્હોટ્સએપ

January 28, 2020
 1286
એક ફ્રેબુઆરીથી ૭૫ લાખ સ્માર્ટફોનમાં કામ કરશે નહી વ્હોટ્સએપ

જો તમે પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ ખાસ છે. લાખો ફોન્સ પર ૧ ફ્રેબુઆરી ૨૦૨૦ થી વ્હોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. ફેસબુકની માલિકી વાળી કંપની વ્હોટ્સએપે પોતાના બ્લોગપોસ્ટમાં તે સ્માર્ટફોન ઓપરેટીંગ સિસ્ટમના વિશેમાં જણાવ્યું છે, જેના પર આવનારા સમયમાં વ્હોટ્સએપ કામ કરશે નહીં.

ગુગલ મુજબ, ૭૫ લાખથી વધુ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ જુના ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરી રહ્યું છે. એવામાં આ સ્માર્ટફોન્સ પર વ્હોટ્સએપ હવે કામ કરવાનું બંધ કરી દેશે. જ્યારે લાખો iOS યુઝર્સ પણ વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકશે નહીં.

કંપનીએ સ્પસ્ટ કરી દીધું છે કે, વ્હોટ્સએપ એન્ડ્રોઇડ ૨.૩.૭ અને તેનાથી જુના અને iOS૭ અને તેનાથી જુના ઓપરેટીંગ સીસ્ટમ પર ૧ ફ્રેબુઆરી ૨૦૨૦ થી કામ કરશે નહીં.

જો તમે જૂની ઓપરેટીંગ સીસ્ટમ વાળા સ્માર્ટફોન ઉપયોગ કરી રહ્યા છો તો યુઝર્સને વ્હોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવા માટે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.

વ્હોટ્સએપે કહ્યું છે કે, તે આગામી સાત વર્ષનું પ્લાનિંગ કરી ચાલી રહ્યા છે. હવે કંપની તેમની ઓપરેટીંગ સીસ્ટમ પર ફોકસ કરશે જેનાથી યુઝર્સની સંખ્યા સૌથી વધુ થવાની છે. જુના સ્માર્ટફોન્સ ભવિષ્યમાં આવનારા વ્હોટ્સએપ ફીચર્સને સપોર્ટ કરશે નહીં જેનાથી યુઝર્સની પ્રાઈવેસીને ખતરો ઉભો થઈ શકે છે. કંપનીએ જણાવ્યું છે કે, વ્હોટ્સએપના શાનદાર અનુભવ માટે કંપેટીબલ અને લેટેસ્ટ ઓપરેટીંગ સીસ્ટમ વાળા ડીવાઈઝ પર સ્વીચ કરવું યોગ્ય રહેશે.

Share: