જિયો અને સ્નેપચેટે ભારતની સૌપ્રથમ દસ સેકન્ડની ક્રિએટિવ ચેલેન્જ – જિયોસ ગોટ ટેલેન્ટ શરૂ કરી

January 28, 2020
 1354
જિયો અને સ્નેપચેટે ભારતની સૌપ્રથમ દસ સેકન્ડની ક્રિએટિવ ચેલેન્જ – જિયોસ ગોટ ટેલેન્ટ શરૂ કરી

જિયો અને સ્નેપ ઇન્ક.એ સ્નેપચેટર્સને તેમની પ્રતિભા પ્રસ્તુત કરવા તથા રચનાત્મક, આનંદદાયક દાયક રીતે મિત્રો અને પરિવારજનો સાથે જોડાવા માટે જિયોસ ગોટ ટેલેન્ટ નામની એક નવા પ્રકારની ચેલેન્જ શરૂ કરી છે.

આ ચેલેન્જ વિશેઃ જિયો અને સ્નેપચેટએ સ્નેપચેટ લેન્સ ઊભા કર્યા છે, જે યુઝર્સને માઇક, હેટ, હેડફોન અને લાઇટ-રિંગ્સ જેવા જુદાં જુદાં એઆર પ્રોપ્સ પસંદ કરવાની છૂટ આપે છે.

આ ચેલેન્જમાં સામેલ થવા યુઝર્સે સ્નેપચેટ પર જિયોસ ગોટ ટેલેન્ટનો ઉપયોગ કરીને તેમની પ્રતિભા દર્શાવવા એક વીડિયો (મહત્તમ 10 સેકન્ડનો) રેકોર્ડ કરવો પડશે.

ત્યારબાદ સહભાગીઓએ વીડિયો કેપ્શનમાં સ્નેપચેટ કે સ્નેપકોડ યુઝરનેમ સામેલ કરવું પડશે અને પછી સ્નેપચેટ પર ‘અવર સ્ટોરી’માં અપલોડ કરવું પડશે, જેથી અન્ય લોકોને એને જોઈ શકશે.

સૌથી વધુ રસપ્રદ અને રચનાત્મક કન્ટેન્ટને જિયો પ્રાઇઝ આપશે.

કન્ટેસ્ટનો ગાળોઃ આ ચેલેન્જ 26 જાન્યુઆરી, 2020ને રવિવારથી 4 ફેબ્રુઆરી, 2020ને મંગળવાર સુધી ચાલશે.

પ્રાઇઝઃ

કન્ટેન્સ્ટના એક વિજેતાને બે વ્યક્તિ માટે થાઇલેન્ડની ટ્રિપ જીતવાની તક મળશે.

અન્ય વિજેતાઓને જિયો પાસેથી રિચાર્જ મળશે.

Share: