ફેસબુકે માની પોતાની ભૂલ, ભરવો પડશે આટલા રૂપિયાનો દંડ

January 30, 2020
 1360
ફેસબુકે માની પોતાની ભૂલ, ભરવો પડશે આટલા રૂપિયાનો દંડ

ફેશિયલ રેફગ્રીશન ટેકનોલોજી મુદ્દા પર ફેસબુકને ૫૦૦ મીલીયન ડોલર (લગભગ ૪ અરબ રૂપિયા) નો દંડ ફટકારવામાં આવ્યો છે. ફેસબુકે તેમના ચોથા ત્રિમાસિક કમાણી અહેવાલ દ્વારા પુષ્ટિ આપી છે કે, તે ચુકવણી કરવામાં સંમત છે. ફેશીયલ રેફગ્રીશન ટેકનોલોજી મુદ્દા પર પ્રાઈવેસીથી જોડાયેલ ઘણા વર્ષોથી ચાલી રહેલા આ કેસને સમાપ્ત કરવા માટે ફેસબુકને ભારે રકમની ચુકવણી કરવી પડશે.

શું છે આરોપ?

- આ કેસ ફેસબુક પર વર્ષ ૨૦૧૫ થી ચાલી રહ્યો હતો.

- કંપની પર આરોપ હતો કે, ફેસબુકના ‘ટેગ સજેશન ટુલ’ નું ઇનીશીયલ વર્ઝન યુઝરના ફેસને સ્કેન કર્યા બાદ ફોટોસ એપમાં તેને શોધે છુ અને સજેશન્સ દેખાડે છે કે, તે કોના જેવા દેખાય છે.

- તેના સિવાય આ તરુલ યુઝર્સની મંજુરી વગર તેમનો બાયોમેટ્રિક ડેટા પણ સ્ટોર કરી રાખે છે. જેનાથી ઈલીનોઈસ બાયોમેટ્રિક સુચના ગોપનીયતા અધિનિયમનું ઉલ્લંઘન થાય છે.

ધ વર્ઝની રિપોર્ટ મુજબ, કેસ દરમિયાન વર્ષ ૨૦૧૮ માં ફેસબુકે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, લોગ સેટિંગ પેજમાં જઈને ફેશિયલ રિકગ્રેશન ટેક્નોલોજી દ્વ્રારા યુઝર્સ પરવાનગીને બંધ કરી શકે છે, પરંતુ છેલ્લા વર્ષે ઓગસ્ટમાં ૩-૦ ના કોર્ટના ચુકાદામાં અપીલ કરવાનો હક ગુમાવી દીધો હતો. ત્યાર બાદ હવે ફેસ્બુકને ૫૫૦ મીલીયન ડોલર (લગભગ ૪ અરબ રૂપિયા) ચુકવણી તરીકે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Share: