એરટેલના આ નવા પ્લાનમાં યુઝર્સને મળશે આ ફાયદો

November 18, 2018
 394
એરટેલના આ નવા પ્લાનમાં યુઝર્સને મળશે આ ફાયદો

ટેલીકોમ માર્કેટમાં આ સમયે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત ૪૧૯ રૂપિયા છે અને તેમાં યુઝર્સને દરરોજ ૧.૪ જીબી ડેટાની સુવિધા મળશે. તમને જણાવી દઈએ કે, આ નવા પ્લાનની વેલીડીટી ૭૫ દિવસની છે અને કંપનીએ તેને પોતાના બધા સર્કલ્સ માટે જાહેર કરી છે. આ નવા પ્લાનના આધારે એરટેલે રિલાયન્સ જિયોને ટક્કર આપવાનો પ્રયત્ન કર્યો છે.

પ્લાન ડીટેલ્સ


૪૧૯ રૂપિયાના પ્લાનમાં અનલીમીટેડ વોઈસ કોલિંગ, દરરોજ ૧.૪ જીબી ડેટા અને પ્રતિદિવસ ૧૦૦ ફ્રી એસએમએસની સુવિધા મળશે. આ પેકમાં અનલીમીટેડ વોઈસ કોલિંગની સુવિધા વગર કોઈ એફયુપી લીમીટ મળશે. જ્યારે જે ક્ષેત્રમાં ૪જી કવરેજ નથી, ત્યાં નેટવર્ક ઉપલબ્ધતાના આધારે ૩જી અથવા પછી ૨જી નેટવર્ક પર ડેટાનો ઉપયોગ કરી શકશે.

તમને જણાવી દઈએ કે, કંપનીની પાસે પહેલાથી દરરોજ ૧.૪ જીબી ડેટા વાળો પ્લાન્સ રહેલો છે અને તેમાં ૧૯૯ રૂપિયા, ૩૯૯ રૂપિયા, ૪૪૮ રૂપિયા અને ૫૦૯ રૂપિયાનો પેક સામેલ છે. એવામાં જોવાનું રહેશે કે, આ નવા પ્લાનથી કંપની યુઝર્સને કેટલું આકર્ષિત કરી શકશે.

Share: