
ભારતીય સંચાર નિગમ લીમીટેડે માર્કેટમાં ૧૨૭૭ રૂપિયાની કિંમતનો નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ૧૦૦ એમબીપીએસ ની સ્પીડ મળે છે. જેમાં બીએસએનએલ ૩.૫ ટીબીથી ૧૦૦ એમબીપીએસ સ્પીડ આપે છે. બીએસએનએલના આ પ્લાનની ટક્કર ACT ફાઈબરનેટના ૧૦૫૦ પ્લાનથી થશે. ACT પણ પોતાના આ પ્લાનમાં ૭૫૦ જીબી ડેટા ૧૦૦ એમબીપીએસની સ્પીડ સાથે આપે છે.
પ્લાન ડીટેલ્સ
બીએસએનએલના આ પ્લાનમાં એફયુપીની લીમીટ ૭૫૦ જીબી છે. લીમીટ ક્રોસ થયા બાદ સ્પીડ ૨એમબીપીએસ સુધી ઓછી થઈ જશે. પ્લાનની કિંમત બરાબર એટલે ૧૨૨૭ રૂપિયાનું સિક્યોરીટી ડીપોઝીટ કરવું પડશે. તેના સિવાય આ પ્લાનમાં કંપની એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષની એક સાથે ચુકવણી કરવાનો વિકલ્પ આપે છે. તેના માટે યુઝર્સને ક્રમશ: ૧૪૦૪૭ રૂપિયા, ૨૬૮૧૭ રૂપિયા અને ૩૮૩૧૦ રૂપિયાની ચુકવણી કરવી પડશે.
તેના સિવાય યુઝર્સને આ પ્લાનની સાથે એક ફ્રી ઈ-મેલ આઈડી અને ૧જીબી ફ્રી સ્પેસ પણ મળે છે. એવામાં જોવાનું રહેશે કે, આ નવા પ્લાનને માર્કેટથી કેવો રિસ્પોન્સ મળશે.