ગુજરાતમાં રાજયસભાની ખાલી થનારી ચાર બેઠકો માટે ૨૬ માર્ચે યોજાશે મતદાન , નામ નક્કી કરવા બંને પક્ષોમા કવાયત

February 23, 2020
 1283
ગુજરાતમાં રાજયસભાની ખાલી થનારી ચાર  બેઠકો માટે ૨૬ માર્ચે યોજાશે મતદાન , નામ નક્કી કરવા બંને પક્ષોમા કવાયત

ગુજરાતમા ૨૬ માર્ચના રોજ ફરી એકવાર રાજયસભાની ખાલી પડી રહેલી ચાર બેઠક માટે ચુંટણી યોજાશે. રાજયસભાની બેઠકમા ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્યની મુદત પૂરી થવા જઈ રહી છે. જેને લઈને ચાર બેઠકો માટે ૨૬ માર્ચના રોજ મતદાન યોજાશે.

ભાજપના જે ત્રણ સાંસદની મુદત પુરી થઈ રહી છે તેમાં ચુનીભાઈ ગોહિલ, લાલસિંહ વાડોદીયા અને શંભુપ્રસાદ ટુંડિયા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીની ટર્મ પૂર્ણ થાય છે જેના લીધે આ ચુંટણી યોજાશે.આ વર્ષે દેશભરમા રાજયસભાની કુલ ૬૮ બેઠકો પર ચુંટણી યોજવવાની છે. રાજ્યસભાની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પક્ષોના સભ્યો નિવૃત થઈ રહ્યા છે. જેમાં એનડીએને ફાયદો અને કોંગ્રેસને નુકશાન થવાનું અનુમાન છે.

રાજયસભાની ચુંટણી માટેની હાલ સ્થિતિએ જોઈએ રાજયસભાની ૧૯ બેઠકોમાંથી કોંગ્રેસને ૯ બેઠક ગુમાવવી પડે તેમ છે. જયારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદીત્ય સિંધિયા અને રણદીપ સુરજેવાલાને જેવા નેતાઓને રાજયસભામા મોકલવાની અટકળો તેજ થઈ છે. રાજયસભાની ૫૧ બેઠકો એપ્રિલ માસમાં ખાલી થઈ રહી છે. જયારે જુનમા ૫ , જુલાઈમા ૧ અને નવેમ્બરમા ૧૧ બેઠકો ખાલી થશે. ભાજપને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમા ફાયદો થવાની શકયતા છે.

Share: