૨૪ ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ થશે પહેલો ૫જી ફોન રિયલમી એક્સ ૫૦ પ્રો

February 18, 2020
 1184
૨૪ ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ થશે પહેલો ૫જી ફોન રિયલમી એક્સ ૫૦ પ્રો

ભારતમાં ઝડપથી આગળ વધી રહેલ મોબાઈલ કંપની રિયલમી ટૂંક સમયમાં પોતાનો પહેલો ૫જી સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. રિયલમી ૨૪ ફેબ્રુઆરીએ ભારતમાં Realme X50 Pro સ્માર્ટફોન રજૂ કરશે, જે ભારતનો પહેલો ૫જી ફોન હશે. Realme X50 Pro મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં લૉન્ચ થવાનો હતો, પરંતુ કોરોના વાયરસને કારણે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ રદ કરવામાં આવી હતી. આ પછી, Realme X50 Pro ના લોન્ચિંગ માટે એક અલગ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં, રિયલમી એ ઘણા લાંબા સમયથી તેનો પોતાનો પ્રથમ ૫જી ફોન એક્સ ૫૦ 5જી (Realme X50 5G) ચીનમાં લોન્ચ કર્યો છે. લોકોને Realme X50 5G માં સ્ટ્રોંગ પ્રોસેસર અને કેમેરાનો સપોર્ટ મળશે. આ ઉપરાંત આ ફોન એન્ડ્રોઇડ ૧૦ ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

Share: