મોદી સરકારે રાષ્ટ્રપતિના સચિવને બનાવ્યા સીવીસી, નિયુક્તિ પર કોંગ્રેસનો વિરોધ

February 19, 2020
 722
મોદી સરકારે રાષ્ટ્રપતિના સચિવને બનાવ્યા સીવીસી, નિયુક્તિ પર કોંગ્રેસનો વિરોધ

કેન્દ્રીય વિજીલન્સ કમિશ્નર અને કેન્દ્રીય માહિતી કમિશ્નરની પસંદગી મંગળવારે ફરી એકવાર વિવાદોમાં આવી છે. જેમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની આપત્તિ છતાં રાષ્ટ્રપતિના સચિવ સંજય કોઠારીને આગામી સીવીસી અને બિમલ ઝુલ્કાને આગામી સીવીસી નિયુક્ત કરવામા આવ્યા છે. તેની સાથે જ આંધ્રા બેંકના પૂર્વ સીઈઓ સુરેશ.એન. પટેલ સીવીસીના નવા સતર્કતા આયોગ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસ પર મંગળવાર સાંજે દોઢ કલાક સુધી ચાલેલી બેઠક બાદ તેનો નિર્ણય લેવામા આવ્યો હતો.

જેમા બહુમતીથી નિર્ણય બાદ પેનલે સુરેશ પટેલને સતર્કતા આયોગ અને અનીતા પાંડોવને સુચના આયુક્ત નિયુક્ત કર્યા હતા. જેમાં વહીવટી વિભાગના પૂર્વ સચિવ હાલ રાષ્ટ્રપતિના સચિવ છે. જયારે કે પૂર્વ સુચના અને પ્રસારણ સચિવ હાલમાં માહિતી કમિશ્નર છે. ચૌધરી ઉપરાંત આ બેઠકમા પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો. એમઓએસ, પીએમઓ અને ડીઓપીટી જીતેન્દ્રસિંહ, કેબીનેટ સચિવ રાજીવ ગોબા અને ડીઓપીટી સચિવ સી. ચંદ્રમૌલી પણ હાજર હતા.

આ બેઠક લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તર્ક આપ્યો કે પીએમઓ દ્વારા સીવીસીની નિયુક્તિને લઈને જે કાગળ આપવામા આવ્યા તેમાં કશું સ્પષ્ટ ન હતું. તેમાં અનેક ખામીઓ હતી. તેમનો વાંધો એ હતો કે સર્ચ કમિટીના એક સભ્ય સીવીસી માટે આવેદક પણ બન્યા હતા અને તેની બાદ સીવીસી કમિટીએ પદ માટે તેમને શોર્ટલીસ્ટ પણ કરવામા આવ્યા હતા. જયારે પીએમ મોદી અને અમિત શાહે આ વાંધાને બાજુએ મૂકીને બહુમતથી આ નિર્ણય લીધો હતો અને કોઠારીની નિયુક્તિ પર મહોર લગાવી દીધી હતી.

જયારે અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સર્ચ કમિટીના સંપૂર્ણ ઉદ્દેશનો હેતુ સમાપ્ત થયો છે. જેમાં એક સભ્ય પોતે જ આવેદક બની ગયા છે અને સીવીસી પદ માટે શોર્ટલીસ્ટ પણ થયા છે અને તેમની ભલામણ પણ કરી દેવામા આવી છે. તેથી હવે આ પ્રક્રિયા નવેસરથી કરવાની જરૂર છે.

Share: