ડોનાલ્ડ ટ્રમ્પના આગમાન પૂર્વે અમેરિકાના બે હરકયુલસ વિમાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

February 19, 2020
 697
ડોનાલ્ડ ટ્રમ્પના આગમાન પૂર્વે અમેરિકાના બે હરકયુલસ  વિમાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીના રોજ બે દિવસના ભારત પ્રવાસે આવવાના છે. જેમાં તે ૨૪ ફેબ્રુઆરીના રોજ સીધા વોશિંગ્ટન થી અમદાવાદ આવવાના છે. જો કે તેમના આગમન પૂર્વે અમેરિકાની સુરક્ષા એજન્સીના અધિકારીઓ અને તેમના સામાન સાથે હરકયુલસ પ્લેન સાથે અમદાવાદ આવી પહોંચ્યા છે. જયારે બીજુ હરકયુલસ વિમાન આજે અમદાવાદ પહોંચ્યું છે.

અમેરિકાથી પણ ટ્રમ્પની સિક્યોરિટીનો સામાન આવવા લાગ્યો છે. આજે અમદાવાદ એરપોર્ટ પર યુએસથી ટ્ર્મ્પ પ્રવાસ માટેનો સામાન લઇને એક હરક્યુલ્સ પ્લેનનું પણ ઉતરાણ થયું છે. આ પ્લેનમાંથી સામાનને ઉતારવામાં આવી રહ્યો છે.

જ્યારે બે દિવસ પૂર્વે આવા જ એક વિમાનમાં ટ્રમ્પ સાથે રહેનારી ગાડીઓ અને અન્ય સામાન ઉતારવામાં આવ્યો હતો. ટ્રમ્પના કાફલામાં ગાડીઓ અને અન્ય સિક્યુરિટી જેવા કે સ્નાઇપર અને ફાયર સેફટી સિસ્ટમ અને સ્પાય કેમેરા સહિતની વસ્તુઓ વિમાનમાં લાવવામાં આવી છે. આ ઉપરાંત બીજા બીજા બે એરક્રાફ્ટ પણ ૨૨ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવી શકે તેવી શકયતા છે. જયારે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ એરફોર્સ વન- બોઇંગ ૭૪૭ એરક્રાફ્ટમા આવશે. તેમની સાથે કુલ ૭ એરક્રાફ્ટ પણ હશે. જેમાં કાર્ગો એરક્રાફ્ટમા રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિશિષ્ટ બિસ્ટ કાર લાવવામાં આવશે.

Share: