છત્તીસગઢ અને રાજસ્થાન બાદ હવે મધ્ય પ્રદેશથી ઉઠી પ્રિયંકા ગાંધીને રાજયસભામા મોકલવાની માંગ 

February 19, 2020
 991
છત્તીસગઢ અને રાજસ્થાન બાદ હવે મધ્ય પ્રદેશથી ઉઠી પ્રિયંકા ગાંધીને રાજયસભામા મોકલવાની માંગ 

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને રાજયસભામા મોકલવાની ચર્ચા તેજ થઈ છે. જેમા સૌ પ્રથમ પ્રિયંકા ગાંધીને છત્તીસગઢ માંથી રાજયસભામા મોકલવાના સમાચાર આવ્યા હતા. જે વાત મુખ્યમંત્રી ભુપેશ બધેલે રાષ્ટ્રીય નેતા સમક્ષ મૂકી હતી. જેની બાદ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ઈચ્છતા હતા કે પ્રિયંકા ગાંધી રાજસ્થાનથી રાજયસભામા પ્રવેશ કરે. જો કે હાલ તેની બાદ હવે સામે આવેલા સમાચાર મુજબ પ્રિયંકા ગાંધીને મધ્ય પ્રદેશમાંથી રાજયસભા મોકલવાની માંગ કરવામા આવી છે.

કમલનાથ સરકારના પીડબલ્યુ મંત્રી સજ્જનસિંહ વર્માએ પ્રિયંકા ગાંધીને મધ્ય પ્રદેશથી રાજયસભામા મોકલવાની માંગ કરી છે. એક ટ્વીટ કરીને સજ્જન સિંહે લખ્યું છે કે' ઇન્દિરા ગાંધીજી ,અનુસુચિત જાતિ અને જનજાતિ અને મહિલા વર્ગના ઉત્થાન માટે પ્રતિબદ્ધ હતા. પ્રિયંકા ગાંધી પણ તેમના પદચિહ્નો પર ચાલી રહ્યા છે. જે રીતે ઇન્દિરાની કમલનાથજીને મધ્ય પ્રદેશમા લાવ્યા હતા. તેવી જ રીતે પ્રિયંકા ગાંધીજીને પ્રદેશમાંથી રાજયસભામા મોકલવાનો સમય આવી ચુક્યો છે.

આ ટ્વીટ સાથે તેમણે પ્રિયંકા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ ટેગ કર્યા હતા. આ ઉપરાંત તેમણે ઇન્દિરા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો ફોટો કોલાજ પણ શેર કર્યો છે. જેમાં પ્રિયંકા ગાંધી આબેહૂબ દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જેવા દેખાઈ રહ્યા છે.

Share: