ટ્રમ્પ ગાંધીઆશ્રમ નહિ જાય, તેનું આ રહ્યું કારણ !

February 20, 2020
 655
ટ્રમ્પ ગાંધીઆશ્રમ નહિ જાય, તેનું આ રહ્યું કારણ !

૨૪મી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પની મુલાકાતને પગલે મોટેરા સ્ટેડિયમ અને ગાંધીઆશ્રમ અભેદ કિલ્લામાં ફેરવાયું છે. અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્સીઓએ અમદાવાદમાં ઘામાં નાખ્યાં છે. ગાંધીઆશ્રમમાં તો તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. હ્રદયકુંજને કલર કામ કરી નવો ઓપ અપાયો છે. આશ્રમના કિનારે ખાસ સ્ટેજ બનાવાયો છે. જ્યાં ટ્રમ્પ-મેલાનિયા બેસીને રિવરવ્યૂનો નજારો માણશે.

આ તડામાર તૈયારીઓ વચ્ચે જ ટ્રમ્પના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. જો કે, હજુ સત્તાવાળા આ વાતને સમર્થન નથી આપી રહ્યાં. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયાને તાજમહેલનો અદભુત નજારો જોવામાં રસ છે. આ કારણોસર ગાંધીઆશ્રમની આખી મુલાકાત રદ કરવામાં આવી છે.

Share: