ટ્રમ્પથી ગરીબી છુપાવવાની દિવાલને લઈને વિરોધ શરૂ, સામાજિક કાર્યકતા સહિત સ્થાનિકો હડતાળ પર

February 20, 2020
 698
 ટ્રમ્પથી ગરીબી છુપાવવાની  દિવાલને લઈને વિરોધ શરૂ, સામાજિક કાર્યકતા સહિત સ્થાનિકો હડતાળ પર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તે દિલ્હી આગ્રા અને અમદાવાદનો પ્રવાસ કરવાના છે. તેમના ભવ્ય સ્વાગત માટે મોદી સરકાર તૈયારીમા લાગી છે. આટલું જ નહીં મોદી સરકાર ગરીબો દેખાઈ ના જાય તે માટે ગરીબોના ઝુંપડા સામે દિવાલો પણ બનાવી રહી છે. જેના વિરોધમા કેટલાક સામાજિક સંગઠનોએ ભૂખ હડતાળ પણ શરુ કરી દીધી છે.જેમાં કેરલના સોશિયલ વર્કર અશ્વતી જવાલાએ ગરીબોના ઝુપડા બહાર દિવાલ પાસે ભૂખ હડતાળ શરૂ કરી છે. તેમની સાથે સ્થાનિક લોકો પણ જોડાયા છે. ભૂખ હડતાળ પર બેઠેલા અશ્વતી જવાલાએ કહ્યું અમે સમાચાર પત્રમા ગરીબોની દીવાલ આગળ ૬૦૦ મીટર દિવાલ બનાવવાની બાબત વાંચી હતી. જેને લઈને અમને દુઃખ થયું છે. તેથી ઝુપડાવાસીઓના સમર્થન હડતાળ કરવાનો નિર્ણય લીધો છે.

ગરીબી છુપાવવા માટે બનેલી દિવાલને લઈને અશ્વિતા જવાલાએ ઝુપડાવાસી સાથે મુલાકાત કરી હતી. તેમણે તેમનું દર્દ પણ જાણ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે પોલીસે તેમને ડરાવ્યા હતા. જવાલાએ કહ્યું કે સરકાર આ ઝુપડાવાસીઓ સાથે કરી રહી છે તે અત્યાચારથી ઓછુ નથી.

અમદાવાદ એરપોર્ટથી જવાના રસ્તે રોડની આસપાસના પ્લોટમાં રહેલા ઝુપડા છુપાવવા માટે મહાનગરપાલિકા દ્વારા તેની આગળ દિવાલ ઉભી કરી દેવામા આવી છે. તે મુદ્દે ભાજપ સરકારના વિકાસ પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેવા સમયે અમદાવાદ મહાનગર પાલિકાએ મોટેરા સ્ટેડીયમની આસપાસના ગરીબ લોકોને પ્લોટ ખાલી કરવાની નોટીસ આપવામા આવી રહી છે. મહાનગર પાલિકાએ આ લોકોને સાત દિવસમાં પ્લોટ ખાલી કરવાની નોટીસ ફટકારી છે.

જો કે આ અંગે આ કાચા ઝુપડા રહેતા ૪૫ પરિવારના લોકોનો દાવો છે કે તે છેલ્લા બે દાયકાથી આ સ્થળે વસવાટ કરે છે. તેમજ અમારે આ મુલાકાત સાથે કોઈ લેવાદેવા પણ નથી તેવા સમયે અમને જગ્યા ખાલી કરવાની નોટીસ આપવી ગેરવાજબી છે.

Share: